Mumbai Indians vs Rajasthan Royals Highlights, IPL 2024, આઈપીએલ 2024, મુંબઈ વિ. રાજસ્થાન સ્કોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રિયાન પરાગના અણનમ 54 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 127 રન બનાવી લીધા છે. રાજસ્થાને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે મુંબઈનો સતત ત્રીજો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રકારે છે
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન) ટીમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જસપીરિત બુમરાહ, ક્વેના માફાકા
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ.





