MI vs SRH Playing 11: મુંબઈ વિ. હૈદરાબાદ : સૌથી મોંઘા IPL કેપ્ટન પેટ કમિંસ સામે હાર્દિક પંડ્યાની આજે થશે ટક્કર

IPL 2024, MI vs SRH Playing 11 Prediction: આજે આઈપીએલ 2024ની આઠમી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી છે. બંને ટીમો આ સિઝનમાં પોતાના જીતનું ખાતું ખોલવા માટે મેદાનમાં ઉતરશે.

Written by Ankit Patel
Updated : March 27, 2024 12:01 IST
MI vs SRH Playing 11: મુંબઈ વિ. હૈદરાબાદ : સૌથી મોંઘા IPL કેપ્ટન પેટ કમિંસ સામે હાર્દિક પંડ્યાની આજે થશે ટક્કર
MI vs SRH Playing 11 | મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ આઠમી મેચ Photo - X @SunRisers, @mipaltan

IPL 2024 Match 8, Mumbai Indians vs Sunrisers Hyderabad Playing XI, મુંબઈ વિ. હૈદરાબાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સિઝનની 8 મી મેચ આજે 27 માર્ચ 2024, બુધવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી છે. આજના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને સામને થશે. આજે સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.

આ મુલાકબાલમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા કેપ્ટન પેટ કમિંસ અને હાર્દિક પંડ્યા વચ્ચે ટક્કર થશે. પેટ કમિંસને હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી એક સિઝન માટે 20.50 કરોડ રૂપિયા આપી રહી છે. જ્યારે હાર્દિક પંડ્યાને મુંબઈએ ટ્રેડ થકી ટીમમાં સામેલ કર્યો છે. જેને 15 કરોડ રૂપિયા મળી રહ્યા છે.

મુંબઈ વિ. હૈદરાબાદ : બંને ટીમો આજે જીતનું ખાતું ખોલવા માટે મેદાનમાં ઉતરશે

આઈપીએલ 2024ની આઠમી મેચમાં બંને ટીમો મુંબઈ અને હૈદરાબાદ આ સિઝનમાં પોતાના જીતનું ખોતું ખોલવા માટે ઉતરશે. બંને ટીમોએ પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને પોતાના પહેલા મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે 4 રનથી હાર મળી હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સે છ રનથી હરાવ્યું હતું. આ સ્કોરથી સમજી સકાય કે બંને ટીમોએ પોતાનો પહેલો મુકાબલો રોમાંચક અંદાજમાં હાર્યો હતો.

Chennai super kings vs Royal challengers bangalore Playing 11 Prediction: મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ આઠમી મેચ
CSK vs RCB Playing 11 | મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ આઠમી મેચ Photo – X @SunRisers, @mipaltan

મુંબઈ વિ. હૈદરાબાદ : હૈદરાબાદ પર હંમેશા ભારે પડી છે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

જો રેકોર્ડ જોઈએ તો હૈદરાબાદ વિરુદ્ધ હંમેશા મુંબઈનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 21 મુકાબલા થયા છે જેમાં મુંબઈને 12 અને હૈદરાબાદને 9 મેચોમાં જીત મળી છે. છેલ્લી પાંચ મેચનો રેકોર્ડ જોઈએ તો આ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સ સંપૂર્ણ પણે હાવી રહેલી હતી. 5 મેચોમાંથી 4 મેચોમાં મુંબઈની જીત થઈ હતી.

આ પણ વાંચોઃ- આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

મુંબઈ વિ. હૈદરાબાદ : મુંબઈ ઈન્ડિયન્સની સંભવીત ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જૂન તેંડુલકર, શમ્સ મુલામી, નેહાલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયુષ ચાવલા, આકાશ મધવાલ, લ્યૂક વુડ, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, નુવાન તુષારા, નમન ધીર, અંશુલ કંબોલ, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા, ક્વેના મફાકા.

મુંબઈ વિ. હૈદરાબાદ : સરનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ

પેટ કમિંસ (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરમ, માર્કો જાનસેન, રાહુલ ત્રિપાઠી, વોશિંગટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી.નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડેય, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારુકી, સાહબાજ અહમદ, ટ્રેવિસ હેડ, વાનિંદુ હસારંગા, જયદેવ ઉનાદકટ, આકાશ સિંહ, ઝટવેધ સુબ્રમણ્યન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ