/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/MI-vs-SRH-Live-Updates-.jpg)
MI vs SRH Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 55મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો
Mumbai Indians vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024, મુંબઈ વિ. હૈદરાબાદ સ્કોર : સૂર્યકુમાર યાદવની અણનમ સદી (102)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઈઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.
મુંબઈ ઈન્ડિયન્સ : ઈશાન કિશન, રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, નુવાન તુષારા.
- May 06, 2024 23:35 IST
મુંબઈ ઇન્ડિયન્સનો 7 વિકેટે વિજય
સૂર્યકુમાર યાદવની અણનમ સદી (102)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
- May 06, 2024 23:31 IST
સૂર્યકુમાર યાદવના અણનમ 102 રન
સૂર્યકુમાર યાદવના 51 બોલમાં 12 ફોર 6 સિક્સરની મદદથી અણનમ 102 રન. તિલક વર્માના 32 બોલમાં 6 ફોરની મદદથી અણનમ 37 રન.
- May 06, 2024 22:45 IST
સૂર્યકુમાર યાદવની અડધી સદી
સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- May 06, 2024 22:04 IST
નમન ધીર ખાતું ખોલાયા વિના આઉટ
નમન ધીર 9 બોલમાં ખાતું ખોલાયા વિના ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 31 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- May 06, 2024 21:58 IST
રોહિત શર્મા 4 રને આઉટ
રોહિત શર્મા 5 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 31 રને બીજી વિકેટ ગુમાવી.
- May 06, 2024 21:51 IST
ઇશાન કિશન 9 રને આઉટ
ઇશાન કિશન 7 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 06, 2024 21:08 IST
અબ્દુલ સમદ 3 રને આઉટ
અબ્દુલ સમદ 4 બોલમાં 3 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં એલબી આઉટ થયો. હૈદરાબાદે 136 રને આઠમી વિકેટ ગુમાવી.
- May 06, 2024 21:07 IST
માર્કો જાન્સેન 17 રને આઉટ
માર્કો જાન્સેન 12 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 17 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો.
- May 06, 2024 21:06 IST
શાહબાઝ અહમદ આઉટ
શાહબાઝ અહમદ 12 બોલમાં 10 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 06, 2024 20:45 IST
ક્લાસેન 2 રને આઉટ
હેનરિચ ક્લાસેન 4 બોલમાં 2 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં બોલ્ડ થયો.
- May 06, 2024 20:36 IST
નીતિશ કુમાર રેડ્ડી 20 રને આઉટ
નીતિશ કુમાર રેડ્ડી 15 બોલમાં 2 ફોર સાથે 20 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો.
- May 06, 2024 20:35 IST
ટ્રેવિસ હેડ 48 રને આઉટ
ટ્રેવિસ હેડ 30 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 48 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 06, 2024 20:20 IST
મયંક અગ્રવાલ 5 રને આઉટ
મયંક અગ્રવાલ 6 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી કમ્બોજની ઓવરમાં બોલ્ડ થયો.
- May 06, 2024 20:19 IST
અભિષેક શર્મા 11 રને આઉટ
અભિષેક શર્મા 16 બોલમાં 1 સિક્સર સાથે 11 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 06, 2024 19:58 IST
હૈદરાબાદના 50 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 06, 2024 19:38 IST
અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગમાં ઉતર્યા
હૈદરાબાદના અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગમાં ઉતર્યા. નુવાન તુષારાની પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા.
- May 06, 2024 19:14 IST
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
ઈશાન કિશન, રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, નુવાન તુષારા.
- May 06, 2024 19:13 IST
સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.
- May 06, 2024 19:03 IST
મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગનો નિર્ણય કર્યો
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
- May 06, 2024 18:47 IST
મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 22 મેચો રમાઇ છે. જેમાં 12 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 10 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 246 અને લોએસ્ટ સ્કોર 87 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 277 અને લોએસ્ટ સ્કોર 96 રન છે.
- May 06, 2024 18:46 IST
મુંબઈ વિ. હૈદરાબાદ વચ્ચે મુકાબલો
આઈપીએલ 2024ની 55મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us