તાન્યા સિંહ આત્મહત્યા કેસ : ઉભરતી મોડલ, IPL ક્રિકેટરથી દોસ્તી, આખરી કોલ અને પ્રાઇવેટ તસવીર

રિપોર્ટ અનુસાર વ્યવસાયથી ફેશન ડિઝાઈનર અને ઉભરતી મોડલ તાન્યા સિંહની ક્રિકેટર અભિષેક શર્મા સાથે દોસ્તી હતી

Written by Ashish Goyal
February 22, 2024 15:53 IST
તાન્યા સિંહ આત્મહત્યા કેસ : ઉભરતી મોડલ, IPL ક્રિકેટરથી દોસ્તી, આખરી કોલ અને પ્રાઇવેટ તસવીર
મોડલ તાન્યા સિંહ અને અભિષેક શર્મા (ઇન્સ્ટાગ્રામ તસવીર)

Model Tania Singh-IPL Cricketer Abhishek Sharma Case: મોડલ તાન્યા સિંહની આત્મહત્યાના સમાચારે સનસની ફેલાવી દીધી છે. બુધવારે સમાચાર આવ્યા હતા કે મોડલ તાન્યા સિંહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પર કોઈને વિશ્વાસ આવતો ન હતો. જે તાન્યાને ઓળખતા ન હતા તેઓ પણ આ સમાચાર વાંચીને ચકિત થઈ ગયા છે. આ સમાચાર પછી તાન્યાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તાન્યા કેસમાં આઇપીએલના ક્રિકેટરનું નામ બહાર આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર વ્યવસાયથી ફેશન ડિઝાઈનર અને ઉભરતી મોડલની ક્રિકેટર સાથે દોસ્તી હતી. તે ડીજે તરીકે કામ પણ કરતી હતી.

તાન્યા પછી જો બધું જ હતું તો અચાનક તેણે આત્મહત્યા કેમ કરી? તે પણ જેની મિત્રતા ક્રિકેટર સાથે હતી. ક્યાંક એવું તો નથી ને તાન્યાના ચમકતા ચહેરા અને પ્રસિદ્ધિ પાછળ એક એવી પીડા છુપાયેલી છે જેના વિશે કોઈ જાણતું ન હતું. શું તાન્યાની આત્મહત્યા પાછળ ખરેખર આ ક્રિકેટર છે? આખરે તાન્યાએ આત્મહત્યા કરતા પહેલા છેલ્લો ફોન ક્રિકેટરને જ કેમ કર્યો છે? પોલીસ હજી પણ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.

તાન્યા એક સારા પરિવારમાંથી આવતી હતી. તેની આત્મહત્યાના સમાચારથી પરિવાર તૂટી ગયો છે. તાન્યા છેલ્લાં બે-ત્રણ વર્ષથી ફેશન ડિઝાઇનિંગ અને મોડેલિંગ કરતી હતી. તાન્યાના પિતા પાંડેસરાની મિલમાં મેનેજમેન્ટનું કામ સંભાળે છે. જ્યારે ભાઈ કેનેડામાં ભણે છે. એક બહેન છે જેના લગ્ન થઇ ગયા છે.

આ પણ વાંચો – સુરતની મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસ, ક્રિકેટર અભિષેક શર્માને ગુજરાત પોલીસે સમન્સ પાઠવ્યું

તાન્યા સુરતના પોશ એરિયા વેસુમાં રહેતી હતી

તાન્યા સુરતમાં ઘણી ફેમસ હતી. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી અને તેનું ફોલોઇંગ પણ ઘણી વધારે હતી. તાન્યા સુરતના પોશ વેસુ વિસ્તારમાં રહેતી હતી. જોકે તાન્યા મૂળ રાજસ્થાનના સીકરની રહેવાસી હતી. હાલ પોલીસે તાન્યાનો ફોન જપ્ત કર્યો છે. તેઓ કોલ ડિટેલ્સ અને ચેટ્સમાંથી કેસ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તાન્યા સિંહ આત્મહત્યા કેસ : અત્યાર સુધી શું થયો ખુલાસો

તાન્યા આત્મહત્યા કેસમાં ક્રિકેટર અભિષેક શર્માનું નામ સામે આવ્યું છે. બંને વચ્ચે સારી મિત્રતા હતી. બંનેના ખાનગી ફોટોગ્રાફ્સ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે અભિષેકનો ફોન પણ જપ્ત કરી લીધો છે. બંને ફોનની વિગતો જાહેર થયા બાદ તાન્યાની આત્મહત્યા પાછળના કારણો જાણવા મળશે.

તાન્યા સિંહ આત્મહત્યા કેસ : પ્રેમ પ્રકરણનો કેસ

પ્રાથમિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે આ કેસ પ્રેમ પ્રસંગનો હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે તાન્યાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના કાનમાં ઇયરફોન હતા. પોલીસનું કહેવું છે કે તાન્યાના ફોનમાંથી જે તસવીરો મળી છે તેમાં તે આઇપીએલ રમી ચૂકેલા ક્રિકેટર સાથે છે. આ તસવીરો પ્રાઇવેટ પળોની છે. પોલીસે અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

શું બ્રેકઅપ જ આત્મહત્યાનું કારણ છે?

હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તાન્યા વારંવાર અભિષેકને ફોન કરીને મેસેજ કરતી હતી, પરંતુ તે કોઈ જવાબ આપી રહ્યો ન હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ તાન્યાએ અભિષેકને છેલ્લી વાર ફોન કર્યો હતો. તેના કાનમાં ઈયરફોન હતા. હાલ પોલીસે વધુ તપાસ માટે આઇપીડીઆર (ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઇલ રિપોર્ટ) માટે ટેલિકોમ કંપનીઓનો સંપર્ક કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ