19માં માળેથી કુદીને જીવ આપવા માંગતો હતો મોહમ્મદ શમી, રાજનેતા મિત્રએ ખોલ્યું રહસ્ય

Mohammed Shami : મોહમ્મદ શમીએ અગાઉ એ વાત સ્વીકારી હતી કે તેને આત્મહત્યા કરવાનો વિચાર આવી ચુક્યો છે. જોકે આટલું ખુલીને બતાવ્યું ન હતું જેટલા વિસ્તારથી તેના મિત્ર ઉમેશ કુમારે ગણાવી છે

Mohammed Shami : મોહમ્મદ શમીએ અગાઉ એ વાત સ્વીકારી હતી કે તેને આત્મહત્યા કરવાનો વિચાર આવી ચુક્યો છે. જોકે આટલું ખુલીને બતાવ્યું ન હતું જેટલા વિસ્તારથી તેના મિત્ર ઉમેશ કુમારે ગણાવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mohammed Shami, Mohammed Shami suicidal thoughts

મોહમ્મદ શમી પોતાના મિત્ર અને ધારાસભ્ય ઉમેશ કુમાર સાથે (તસવીર - સ્ક્રીનગ્રેબ)

Mohammed Shami Suicidal Thoughts : ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ કોરોના દરમિયાન ઇરફાન પઠાણ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર કબૂલ્યું હતું કે પત્ની હસીન જહાંએ મેચ ફિક્સિંગ અને અન્ય ઘણા આરોપો લગાવ્યા બાદ તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જોકે ત્યારબાદ તેમણે વિસ્તૃત માહિતી આપી ન હતી અને ઇરફાને પણ આગ્રહ કર્યો ન હતો. જોકે હવે તેના મિત્ર અને ધારાસભ્ય ઉમેશ કુમારે તે રાત્રે બનેલા સમગ્ર ઘટનાક્રમનો વિસ્તારપૂર્વક ખુલાસો કર્યો છે.

Advertisment

દેશદ્રોહનો આરોપ લાગ્યા બાદ શમી તૂટી ગયો હતો

ઉમેશ કુમારે શુભંકર મિશ્રાના પોડકાસ્ટ 'અનપ્લગ્ડ' પર કહ્યું કે તે દરમિયાન શમી દરેક વસ્તુ સાથે લડતો હતો. તે મારી સાથે મારા ઘરમાં રહેતો હતો. પરંતુ જ્યારે પાકિસ્તાન સાથે મેચ ફિક્સિંગના આરોપો સામે આવ્યા તો તે તૂટી ગયો હતો. તેણે કહ્યું હતું કે હું બધું સહન કરી શકું છું પરંતુ મારા દેશ સાથે દગો કરવાના આરોપોને સહન કરી શકતો નથી. આ દરમિયાન ખબર આવી હતી કે તે રાત્રે તે પોતાની જિંદગી ખતમ કરવા માંગતો હતો.

શમીના જીવનની એ કયામતની રાત હતીઃ ઉમેશ

ઉમેશ કુમારે કહ્યું કે સવારે લગભગ 4 વાગ્યે હું પાણી પીવા માટે જાગ્યો હતો. હું રસોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે મેં તેને ડ્રોઇંગરૂમની બાલ્કનીમાં ઊભેલો જોયો. તે 19મો માળ હતો જ્યાં અમે રોકાયા હતા. હું સમજી ગયો કે શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. જેથી તે રાત મને લાગે છે કે તેના જીવન અથવા દુ:ખની સૌથી કયામતની રાત હતી. મને લાગે છે કે શમીની કારકિર્દીની તે સૌથી લાંબી રાત હતી.

આ પણ વાંચો - ક્રિકેટમાં આ તો કેવો નિયમ, બેટ્સમેન નહીં ફટકારી શકે સિક્સર, થઇ જશે આઉટ

Advertisment

મને ફાંસીએ લટકાવી દો, પણ દેશદ્રોહી ન બોલો

ઉમેશે કહ્યું કે શમીએ તે દિવસે એક વાત કહી હતી. તેણે કહ્યું હતું કે ભાઈ તમે મને મારો, તમે મને સજા કરો, ફાંસી આપો, હું દરેક વસ્તુ માટે તૈયાર છું, પરંતુ પાકિસ્તાન સાથે ફિક્સિંગનો આરોપ તે મારી સહનશીલતાની બહાર છે. પછી મેં તેને કહ્યું કે જીવનમાં કશું અટકતું નથી,નજીવન આગળ વધે છે.

ક્લીન ચિટ પર શમી ખૂબ જ ખુશ હતો

ત્યારબાદ ઉમેશે શમી સાથે તે ક્ષણ શેર કરી હતી જ્યારે તે ખૂબ જ ખુશ હતો. ઉમેશે જણાવ્યું કે બાદમાં એક દિવસ બપોરે જ્યારે અમે વાત કરી રહ્યા હતા, ચેટિંગ કરી રહ્યા હતા, ત્યારે શમીના ફોન પર મેસેજ આવ્યો કે તેને આ મામલાની તપાસ કરી રહેલી કમિટી તરફથી ક્લીન ચિટ મળી ગઈ છે. મને લાગે છે કે શમી તે દિવસે એટલો જ ખુશ હતો જેટલો તે કદાચ વર્લ્ડ કપ જીત્યો હોત તો પણ ન હોત.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ