Mohammed Siraj And Zanai Bhosle : ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ કાલ ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે, પરંતુ તેની ઘણી ચર્ચા થઇ રહી છે. સિરાજનું નામ ભારતના જાણીતા સિંગર આશા ભોંસલેની પૌત્રી જનાઇ ભોસલે સાથે જોડવામાં આવી રહ્યું છે. જનાઈ ભોંસલેએ પોતાનો 23મો જન્મદિવસ મુંબઈના બાંદ્રામાં ઉજવ્યો હતો અને સિરાજે પણ તેની પાર્ટીમાં હાજરી આપી હતી.
સિરાજ જનાઈની બર્થ ડે પાર્ટીમાં સામેલ થયો
બર્થ ડે પાર્ટી દરમિયાન જનાઈ અને સિરાજની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને હવે આ બંનેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ઝનાઈ ભોંસલેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બર્થડે પાર્ટીની ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં તે આશા ભોંસલે સાથે કેક કાપતી જોવા મળી હતી. આ સિવાય તે બીજા ઘણા સ્ટાર્સ સાથે તસવીરોમાં જોવા મળી હતી. પરંતુ તેની અને સિરાજની તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની તસવીરમાં જોઈ શકાય છે કે સિરાજ અને જનાઈ હસતા-હસતા વાતો કરતા નજરે પડે છે.
આ પણ વાંચો – વીરેન્દ્ર સેહવાગ પત્ની આરતી સાથે છૂટાછેડા લેશે? 20 વર્ષનું લગ્ન જીવન તૂટવાની અણી પર – રિપોર્ટ
જનાઈની આ પોસ્ટ બાદ લોકો કોમેન્ટ કરીને સવાલ પૂછવા લાગ્યા અને એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે શું તમે સિરાજ ભાઈજાન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો. અન્ય એક યુઝરે સિરાજને અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય પ્રશંસકોએ બંનેને એકબીજાને ફોલો કરવાની વાત પણ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર સિરાજ અને જનાઈ એકબીજાને ફોલો કરે છે. આ સિવાય જનાઈ ઈન્સ્ટાગ્રામ પર ગુજરાત ટાઈટન્સને પણ ફોલો કરે છે.
બંને વચ્ચે ઉંમરનું 7 વર્ષનું અંતર
હવે આ તસવીરો સામે આવ્યા બાદ લોકો બંને વચ્ચે ડેટની વાત ભલે કરી રહ્યા હોય પરંતુ તેના વિશે કોઈ સત્તાવાર માહિતી નથી. gujarati.indianexpress.com પણ આ સમાચારોની પુષ્ટિ કરતું નથી. બંને વચ્ચે ઉંમરના અંતરની વાત કરીએ તો જનાઈની ઉંમર 23 વર્ષની છે જ્યારે મોહમ્મદ સિરાજની ઉંમર 30 વર્ષ છે. એટલે કે જનાઈ હજુ સિરાજ કરતા 7 વર્ષ નાની છે.





