IPL Most Expensive Bowling Figures: મોહિત શર્મા આઈપીએલના ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર બન્યો

Mohit Sharma Bowling Record: ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માના નામે એક અણગમતો રેકોર્ડ બન્યો છે

Mohit Sharma Bowling Record: ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માના નામે એક અણગમતો રેકોર્ડ બન્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mohit Sharma Bowling Record: ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્મા

IPL Most Expensive Bowling Figures: મોહિત શર્મા આઈપીએલના ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો (તસવીર - બીસીસીઆઈ)

DC vs GT, IPL 2024: Mohit Sharma : ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માના નામે એક અણગમતો રેકોર્ડ બન્યો છે. મોહિત શર્મા આઈપીએલના ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો છે. દિલ્હી કેપિટલ્સ સામે મોહિતે 4 ઓવરમાં 73 રન આપી દીધા હતા. તે એકપણ વિકેટ ઝડપી શક્યો હતો. આ આઈપીએલના ઇતિહાસમાં 4 ઓવરમાં સૌથી વધારે રન છે.

Advertisment

મોહિત શર્માની છેલ્લી ઓવર ઘણી ખરાબ રહી હતી. મોહિતે આ ઓવરમાં 31 રન આપ્યા હતા. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 73 રન આપ્યા હતા. તેની ઇકોનોમી રેટ 18.25નો રહ્યો હતો. આ સાથે જ તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો બોલર બની ગયો છે.

IPL ઇતિહાસમાં સૌથી ખર્ચાળ બોલર

બોલરઓવરરનવિકેટઇકોનોમીટીમહરીફસ્થળમેચ તારીખ
મોહિત શર્મા473-18.25ગુજરાત ટાઇટન્સદિલ્હીદિલ્હી24 એપ્રિલ 2024
બેસિલ થમ્પી470-17.50સનરાઇઝર્સ હૈદરાબાદઆરસીબીબેંગલોર17 મે 2018
યશ દયાલ469-17.25ગુજરાત ટાઇટન્સકેકેઆરઅમદાવાદ9 એપ્રિલ 2023
RJW ટોપલી468117.00આરસીબીહૈદરાબાદબેંગલોર15 એપ્રિલ 2024
ઇશાંત શર્મા466-16.50હૈદરાબાદસીએસકેહૈદરાબાદ8 મે 2013
મુજીબ ઉર રહેમાન466-16.50કિંગ્સ ઇલેવનસનરાઇઝર્સ હૈદરાબાદહૈદરાબાદ29 એપ્રિલ 2019
અર્શદીપ સિંહ3.566117.21પંજાબ કિંગ્સમુંબઈ ઈન્ડિયન્સમોહાલી3 મે 2023
કે.ટી.માફકા466-16.50મુંબઈ ઇન્ડિયન્સસનરાઇઝર્સ હૈદરાબાદહૈદરાબાદ27 માર્ચ 2024
ઉમેશ યાદવ465-16.25દિલ્હી ડેરડેવિલ્સઆરસીબીદિલ્હી10 મે 2013
સંદીપ શર્મા465116.25કિંગ્સ ઇલેવનસનરાઇઝર્સ હૈદરાબાદહૈદરાબાદ14 મે 2014
એ નોર્ટજે465216.25દિલ્હી કેપિટલ્સમુંબઈ ઇન્ડિયન્સમુંબઈ07 એપ્રિલ 2024
એસ કૌલ464216.00સનરાઇઝર્સ હૈદરાબાદમુંબઈ ઇન્ડિયન્સશારજાહ04 ઓક્ટોબર 2020
હેઝલવુડ464-16.00આરસીબી પંજાબ કિંગ્સમુંબઈ13 મે 2022

આ પણ વાંચો - આઈપીએલ 2024 : 8 મેચમાંથી 7 હાર, હવે RCB કેવી રીતે કરી પહોંચી શકે પ્લેઓફમાં?

Advertisment

ગુજરાતે છેલ્લી 5 ઓવરમાં 97 રન આપી દીધા હતા. આઇપીએલના ઇતિહાસનો આ બીજો સૌથી મોંઘો સ્પેલ હતો. આ પહેલા 2016માં આરસીબીના બેટ્સમેનોએ બેંગલુરુના મેદાન પર ગુજરાત લાયન્સ સામે 112 રન બનાવ્યા હતા.

દિલ્હી તરફથી ઋષભ પંત અને સ્ટબ્સે અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરી હતી. પંતે 43 બોલમાં અણનમ 88 રન ફટકાર્યા હતા અને સ્ટબ્સે 7 બોલમાં 26 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 66 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ Rishabh pant IPL સ્પોર્ટ્સ