ઘરઆંગણે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય, કોહલી છે નંબર 1, જાણો કયા સ્થાને છે રોહિત શર્મા

ind vs nz : ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા પાસે પોતાના હોમગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીનો મોટો રેકોર્ડ તોડવાની શાનદાર તક હશે

Written by Ashish Goyal
October 29, 2024 15:22 IST
ઘરઆંગણે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય, કોહલી છે નંબર 1, જાણો કયા સ્થાને છે રોહિત શર્મા
વિરાટ કોહલી અને રોહિત શર્મા (તસવીર - સોશિયલ મીડિયા)

Most Runs as Indian Captain at Home : કેપ્ટન તરીકે રોહિત શર્માની ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ ખૂબ જ ખરાબ રહી છે. રોહિતની કેપ્ટન્સીમાં ભારતને ઘરઆંગણે પહેલી વખત ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડયો. કિવી ટીમે આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પર કબજો જમાવ્યો છે, પરંતુ છેલ્લી ટેસ્ટ બાકી છે, જે 1 નવેમ્બરથી શરૂ થશે. આ મેચ જીતીને રોહિત શર્મા સુખદ રીતે શ્રેણીનો અંત લાવવા માંગશે.

ગાંગુલીને પાછળ રાખવાની નજીક છે રોહિત શર્મા

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા પાસે પોતાના હોમગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીનો મોટો રેકોર્ડ તોડવાની શાનદાર તક હશે. ઘરઆંગણે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા હાલ 8માં નંબર પર છે અને ગાંગુલી 7માં નંબર પર છે. જો રોહિત આગામી ટેસ્ટ મેચમાં 33 રન બનાવશે તો તે ગાંગુલીને પાછળ છોડી દેશે.

કોહલી છે નંબર 1

ભારત તરફથી ઘરઆંગણે કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. વિરાટના નામે 2907 રન છે. જ્યારે સુનિલ ગાવસ્કર 2426 રન સાથે બીજા સ્થાને છે. એમએસ ધોની 1863 રન સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. હાલનો ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા અત્યાર સુધીમાં ઘરઆંગણે જ ટેસ્ટમાં કેપ્ટન તરીકે 836 રન ફટકારી ચૂક્યો છે અને તે આઠમા ક્રમે છે. જ્યારે સાતમાં ક્રમે રહેલા સૌરવ ગાંગુલીએ કેપ્ટન તરીકે ઘરઆંગણે ટેસ્ટમાં 868 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો – 40 વર્ષની ઉંમરે રણજી ટ્રોફી રમ્યો હતો સચિન તેંડુલકર, રોહિત-કોહલીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ

હોમ ગ્રાઉન્ડ પર ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન

  • 2907 રન – વિરાટ કોહલી, એવરેજ : 67.60, 100: 10
  • 2426 રન – સુનીલ ગાવસ્કર, એવરેજ : 59.17, 100: 9
  • 1863 રન – એમએસ ધોની, એવરેજ : 51.75, 100: 5
  • 1481 રન – નવાબ પટૌડી, એવરેજ : 32.19, 100: 4
  • 1339 રન – મોહમ્મદ અઝહરુદ્દીન, એવરેજ : 53.56, 100 : 4
  • 956 રન – સચિન તેંડુલકર, એવરેજ : 47.80, 100 : 3
  • 868 રન – સૌરવ ગાંગુલી, એવરેજ : 29.93, 100 : 2
  • 836 રન – રોહિત શર્મા, એવરેજ : 32.15, 100 : 3

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ