આઈપીએલ ઓરેન્જ કેપ ફરી પાછી મહાન ખેલાડીના 'વિરાટ' માથે

આઈપીએલ 2025 સિઝન ઓરેન્જ કેપ ફરી પાછી મહાન ખેલાડી વિરાટ કોહલી પાસે આવી છે. વિરાટ કોહલી એ અત્યાર સુધી ત્રણ સિઝનમાં ઓરેન્જ કેપ પોતાને માથે રાખી છે. રવિવારે દિલ્હી સામેની મેચમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી આઈપીએલ 2025 સિઝનમાં સૌથી વધુ રન 443 બનાવ્યા છે.

આઈપીએલ 2025 સિઝન ઓરેન્જ કેપ ફરી પાછી મહાન ખેલાડી વિરાટ કોહલી પાસે આવી છે. વિરાટ કોહલી એ અત્યાર સુધી ત્રણ સિઝનમાં ઓરેન્જ કેપ પોતાને માથે રાખી છે. રવિવારે દિલ્હી સામેની મેચમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી આઈપીએલ 2025 સિઝનમાં સૌથી વધુ રન 443 બનાવ્યા છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
આઈપીએલ 2025 ઓરેન્જ કેપ વિરાટ કોહલી પાસે । Most Runs in IPL 2025 Virat Kohli Orange Cap

Virat Kohli : વિરાટ કોહલીએ રવિવારે દિલ્હી સામે 51 રનની શાનદાર ઇનિંગ રમી ઓરેન્જ કેપ પોતાને નામ કરી (ફોટો ક્રેડિટ IPL સોશિયલ)

વિરાટ કોહલી ક્રિકેટ જગતનું એક એવું નામ છે જેના નામે અનેક વિરાટ રેકોર્ડ છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. રવિવારે દિલ્હી વિ બેંગલોર મુકાબલામાં વિરાટ કોહલીએ ફરી એકવાર ઓરેન્જ કેપ પાછી મેળવી છે.

Advertisment

આઈપીએલ સિઝન 2024 ઓરેન્જ કેપ હોલ્ડર વિરાટ કોહલી આ સિઝનમાં પણ 443 રન બનાવી સૌથી વધુ રન બનાવનારની યાદીમાં મોખરે છે. વિરાટ કોહલી 10 મેચમાંથી 3 મેચમાં નોટ આઉટ રહ્યો છે. તેણે 138.87 સ્ટ્રાઇટ રેટ સાથે 443 રન બનાવ્યા છે. તેણે 6 ફિફ્ટી ફટકારી છે. જોકે આ સિઝનમાં સદી નથી આવી તેનો હાઇએસ્ટ સ્કોર 73 રન છે.

વિરાટ કોહલી ઓરેન્જ કેપ

  • આઈપીએલ 2025 : 10 મેચમાં 443 રન, હાઇએસ્ટ 73 રન, 6 ફિફ્ટી, 39 ફોર અને 13 સિક્સ
  • આઈપીએલ 2024 : 15 મેચમાં 741 રન, હાઇએસ્ટ 113 રન, 1 સદી 5 ફિફ્ટી, 62 ફોર અને 28 સિક્સ
  • આઈપીએલ 2016 : 16 મેચ 973 રન, હાઇએસ્ટ 113 રન, 4 સદી 7 ફિફ્ટી, 83 ફોર અને 38 સિક્સ

IPL ઇતિહાસમાં સૌથી વધુ રન

આઈપીએલ ઇતિહાસમાં સૌથી રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે 262 મેચમાં કૂલ 8447 રન બનાવ્યા છે. આઇપીએલમાં 8 હજાર કરતાં વધુ રન બનાવનાર તે એક માત્ર ખેલાડી છે.

Advertisment

તેણે આઈપીએલમાં 8 સદી, 61 ફિફ્ટી, 744 ફોર અને 285 સિક્સ ફટકારી છે. તેનો સ્ટ્રાઇક રેટ 132.32 છે. 40 મેચમાં તે નોટ આઉટ રહ્યો છે.

વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે સારા અને ખરાબ સમયનો સાક્ષી રહ્યો છે. આ દિગ્ગજ ક્રિકેટર 2008 ના ICC U-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો કેપ્ટન હતો અને ત્યારથી કોહલીએ પાછળ વળીને જોયું નથી. તેણે U-19 જીત પછી તરત જ IPL માં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે RCB સેટ-અપનો ભાગ છે.

દિલ્હી વિ બેંગલોર મેચ હાઇલાઇટ્સ જુઓ

2013 થી 2021 સુધી ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું, જે દરમિયાન 2016 માં ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી. જોકે ચેમ્પિયન બની શકી ન હતી. તે વર્ષે, તેણે રેકોર્ડ 973 રન બનાવ્યા, જે હજુ પણ એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન છે. જે રેકોર્ડ પણ વિરાટના નામે છે.

આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર દિલ્હી કેપિટલ્સ Virat Kohli