Most sixes In IPL : આઈપીએલને આક્રમક ખેલાડીઓની રમત માનવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટના સ્પેશ્યાલિસ્ટ આ ફોર્મેટમાં ખાસ ઝળકી શકતા નથી. અહીં તો ગગનચુંબી સિક્સરો ફટકારનાર પ્લેયર્સની બોલબાલા રહે છે. આઈપીએલમાં સૌથી વધારે સિક્સર ફટકારવાની વાત આવે તો સૌથી પહેલું નામ ક્રિસ ગેઇલનું આવે છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે 2009થી 2021 દરમિયાન આઈપીએલમાં રમતા 144 મેચમાં 357 સિક્સર ફટકારી છે.
સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે ભારતનો રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિત શર્માએ 247 મેચમાં 265 સિક્સરો ફટકારી છે. રોહિત હજુ આઈપીએલમાં રમી રહ્યો છે તેથી તે ક્રિસ ગેઇલના રેકોર્ડની નજીક જઇ શકે છે. રોહિતે 568 ફોર પણ ફટકારી છે.
એબી ડી વિલિયર્સ ત્રીજા સ્થાને
આ મામલે ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ છે. તે 2008થી 2021 દરમિયાન આઈપીએલમાં રમ્યો હતો. તેણે 184 મેચમાં 251 સિક્સર ફટકારી છે. ડી વિલિયર્સના નામે 413 ફોર છે. સ્ટ્રાઇક રેટની વાત કરવામાં આવે તો ડી વિલિયર્સની 151.68ની છે.
આ પણ વાંચો – પર્પલ કેપ મુશ્તાફિઝુર રહેમાન પાસે, આ ખેલાડીઓ આપી રહ્યા છે ટક્કર
આઈપીએલમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ટોપ 10 પ્લેયર્સ
પ્લેયર્સ મેચ સિક્સર ફોર સદી ક્રિસ ગેઇલ 142 357 404 6 રોહિત શર્મા 247 264 568 1 એબી ડી વિલિયર્સ 184 251 413 3 વિરાટ કોહલી 242 246 672 8 એમએસ ધોની 255 242 353 0 ડેવિડ વોર્નર 181 236 662 4 કિરોન પોલાર્ડ 189 223 218 0 આન્દ્રે રસેલ 116 203 159 0 સુરેશ રૈના 205 203 506 1 શેન વોટ્સન 145 190 375 4
ભારતનો વિરાટ કોહલી સૌથી વધારે સિક્સર ફટકારવાની યાદીમાં ચોથા સ્થાને છે. વિરાટે 242 મેચમાં 246 સિક્સર ફટકારી છે. તેના નામે 672 ફોર છે. ટોપ -10 પ્લેયર્સની વાત કરવામાં આવે તો ભારતના કુલ 4 પ્લેયર્સ છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની અને સુરેશ રૈનાનો સમાવેશ થાય છે.





