most wickets in ipl 2023 : ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી, 28 વિકેટ ઝડપી

most wickets in ipl 2023 : મોહમ્મદ શમીને ગુજરાત ટાઇટન્સના જ મોહિત શર્મા અને રાશિદ ખાન તરફથી જોરદાર ટક્કર મળી હતી

most wickets in ipl 2023 : મોહમ્મદ શમીને ગુજરાત ટાઇટન્સના જ મોહિત શર્મા અને રાશિદ ખાન તરફથી જોરદાર ટક્કર મળી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mohammad Shami

ગુજરાતના મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી છે (તસવીર - મોહમ્મદ શમી ટ્વિટર)

most wickets in ipl 2023 : આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સને હરાવી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની છે. સીએકે પાંચમી વખત ચેમ્પિયન બનવા સફળ રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમ ભલે ચેમ્પિયન ના બની શકી પણ તેના ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનની પ્રભાવિત કર્યા છે. ગુજરાતના શુભમન ગિલે ઓરેન્જ કેપ જીતી છે તો ગુજરાતના મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી છે.

Advertisment

મોહમ્મદ શમીએ સૌથી વધારે 28 વિકેટ ઝડપી

ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ શમીએ આઈપીએલ 2023માં સૌથી વધારે વિકેટ ઝડપી છે. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી 28 વિકેટ ઝડપી છે. શમીનું બેસ્ટ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ છે. શમીને ગુજરાત ટાઇટન્સના જ મોહિત શર્મા અને રાશિદ ખાન તરફથી જોરદાર ટક્કર મળી હતી. મોહિત શર્માએ 14 મેચમાં 27 અને રાશિદ ખાને 17 મેચમાં 27 વિકેટ ઝડપી છે.

ગુજરાત સતત બીજા ટાઇટલથી વંચિત રહ્યું

ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બનવાથી સહેજ માટે વંચિત રહી ગઇ છે. આ પહેલા ગુજરાતની ટીમે તેની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનીને બધાને ચકિત કરી દીધા હતા.

આ પણ વાંચો - શુભમન ગિલે કર્યો રનનો વરસાદ, ઓરેન્જ કેપ જીતી, આવો રેકોર્ડ પણ નોંધાવ્યો

Advertisment

આઈપીએલ 2023માં કોને જીત્યો કયો એવોર્ડ

IPL 2023 ચેમ્પિયન: ચેન્નઈ સુપર કિંગ્સ

સિઝનનો ઉભરતો ખેલાડીઃ યશસ્વી જયસ્વાલ

સિઝનનો સુપર સ્ટ્રાઈકર: ગ્લેન મેક્સવેલ (183.49નો સ્ટ્રાઈક રેટ)

ગેમ ચેન્જર ઓફ ધ સિઝન: શુભમન ગિલ

સિઝનનો પરફેક્ટ કેચઃ રાશિદ ખાન

પર્પલ કેપ: મોહમ્મદ શમી (28 વિકેટ)

ઓરેન્જ કેપ: શુભમન ગિલ (890 રન)

સિઝનનો સૌથી મૂલ્યવાન ખેલાડીઃ શુભમન ગિલ

ફેરપ્લે એવોર્ડ: દિલ્હી કેપિટલ્સ

આઈપીએલ 2023માં સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ 5 પ્લેયર્સ

બોલરટીમમેચવિકેટ
મોહમ્મદ શમીગુજરાત ટાઇટન્સ1728
મોહિત શર્માગુજરાત ટાઇટન્સ1427
રાશિદ ખાનગુજરાત ટાઇટન્સ1727
પીયુષ ચાવલામુંબઈ ઇન્ડિયન્સ1622
યુજવેન્દ્ર ચહલરાજસ્થાન રોયલ્સ1421
ગુજરાત ટાઇટન્સ chennai super kings IPL સ્પોર્ટ્સ