/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/MS-Dhoni-Bike.jpg)
ધોની ઉત્સાહભેર વેંકટેશ પ્રસાદેને પોતાનું કલેક્શન બતાવી રહ્યો હતો (Screengrab)
MS Dhoni Bike Collection : મહેન્દ્ર સિંહ ધોની માટે પ્રશંસકોની દિવાનગી કોઇથી છુપાયેલી નથી, તેવી જ રીતે ધોનીનો બાઇક પ્રત્યેનો શોખ પણ એટલો જ ફેમસ છે. ધોનીને કાર અને બાઇકનો એટલો શોખ છે કે તેની પાસે તેનું સંપૂર્ણ કલેક્શન છે. અત્યાર સુધી પ્રશંસકોએ આ વિશે માત્ર સાંભળ્યું હતું પરંતુ હવે તેની એક ઝલક જોવા મળી છે. આ વીડિયો જોઈને પ્રશંસકોને વિશ્વાસ નથી આવતો કે શું સાચે જ ધોની પાસે આટલા બાઇક છે.
ધોનીએ વેંકટેશ પ્રસાદને પોતાના બાઇકનું કલેક્શન બતાવ્યું
આ વીડિયોને ભારતના પૂર્વ ખેલાડી વેંકટેશ પ્રસાદે શેર કર્યો છે. વીડિયોમાં વેંકટેશનું કહેવું છે કે ધોનીનું બાઇક કલેક્શન જોઇને લાગે છે કે તે કોઇ શોરૂમમાં આવ્યો છે. આ વીડિયોમાં દરેક જગ્યાએ માત્ર બાઇક અને કાર જ પાર્ક કરેલી જોવા મળી હતી. ધોની ઉત્સાહભેર વેંકટેશને પોતાનું કલેક્શન બતાવી રહ્યો હતો.
લગભગ બે મિનિટ લાંબા વીડિયોમાં વેંકટેશ પ્રસાદ ભારતના પૂર્વ સિલેક્ટર સુનીલ જોશી સાથે જોવા મળ્યો હતો. એમએસ ધોનીની પત્ની સાક્ષી રાંચીમાં ધોનીના ફાર્મહાઉસમાં વીડિયો ઉતારી રહી હતી.
વીડિયોની શરૂઆત સાક્ષી ધોની પ્રસાદને પૂછે છે કે હું શું કહું? પ્રથમ વખત રાંચીમાં આવીને તમને કેવું લાગે છે? પ્રસાદે જવાબ આપ્યો કે અદ્ભુત! રાંચીમાં પ્રથમ વખત આવ્યો નથી, આ ચોથી વાર છે, પરંતુ આ જગ્યા (એમએસ ધોનીનું બાઇક કલેક્શન) ક્રેઝી છે. સુનીલ જોશી પણ એમ.એસ.ધોનીના કલેક્શનથી પ્રભાવિત થયા હતા, તેમણે કહ્યું કે રાંચીમાં પ્રથમ વખત નથી પરંતુ દંતકથા સાથે પ્રથમ વખત.
ધોની માટે આ કલેક્શન ખૂબ જ ખાસ છે
આ વીડિયોમાં સાક્ષી ધોનીને પૂછે છે કે આટલી બધી બાઇક રાખવાનું કારણ શું છે? ધોની જવાબ આપે છે હું ઇચ્છતો હતો કે કોઇ એવી વસ્તુ હોય જે ફક્ત મારી જ હોય અને આ કલેક્શન ફક્ત મારું જ છે. તમે ઇચ્છતા હતા કે આ સ્થાન બેડમિંટન કોર્ટ પછી હોય પરંતુ હું જીદ પર અડગ રહ્યો હતો. વેંકટેશ પ્રસાદે કહ્યું કે આવા કલેક્શન માટે વ્યક્તિમાં ઝનૂન અને પાગલપન હોવું જરૂરી છે.
One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house.
Just blown away by the man and his passion @msdhonipic.twitter.com/avtYwVNNOz— Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023
આ પણ વાંચો - યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં બેવડી ચુક્યો, પણ વિદેશી ધરતી પર બનાવ્યો મોટો રેકોર્ડ
વેંકટેશ પ્રસાદે ધોનીના કલેક્શનને પાગલપન ગણાવ્યું
વેંકટેશ પ્રસાદે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે મેં આ પહેલા ક્યારેય આવું પાગલપન જોયું નથી. શું કલેક્શન છે અને ધોની કેટલો અદ્ભુત વ્યક્તિ છે. કેટલી મોટી સફળતા છે. રાંચીમાં ધોનીના ઘરમાં તેના બાઇક અને કાર કલેક્શનની આ ઝલક છે. હું તેનું ઝનૂન જોઈને ચકિત થઇ ગયો હતો.
ધોનીએ પોતાની પ્રથમ બાઇકથી લઇને એકથી એક મોંઘી બાઇક આ કલેક્શનમાં રાખી છે. ધોની પાસે 100થી વધુ બાઇક છે. તેના કલેક્શનમાં 34 લાખ રૂપિયાની Ninja H2 (નીન્જા એચ2), 47 લાખ રૂપિયાની એક્સ 132 હેલકેટ (X132 Hellcat)અને 30 લાખ રૂપિયાની કિંમતની ડુકાટી 1098 (Ducati 1098) નો પણ સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us