MS Dhoni Visit Team India Dressing Room : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં રમાનારી પ્રથમ ટી-20 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ જેએસસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. બીસીસીઆઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં ધોની નારિયેળ પાણી પીતા મેચ પહેલા પ્રશિક્ષણ સત્ર દરમિયાન ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં હાર્દિક પંડ્યા એન્ડ કંપની સાથે વાતચીત કરતો જોવા મળે છે.
ભારતીય ક્રિકેટ ટીમને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર 41 વર્ષનો ધોની ખેલાડીઓ સિવાય ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સહિત ટીમ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ગુરુવારે સવારે ભારતીય ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ધોની સાથે તેના નિવાસસ્થાન પર લીધેવી બે તસવીરો શેર કરી હતી. તસવીરના કેપ્શનમાં હાર્દિકે લખ્યું હતું કે ‘શોલે 2 જલ્દી આવી રહી છે’. તસવીરમાં હાર્દિક પંડ્યા ધોનીની વિન્ટેજ બાઇક પર બેસેલો છે. ધોની તેની બાજુમાં બેસેલો જોવા મળે છે. આ તસવીર ધોનીના રાંચી સ્થિત ઘરની છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાએ એમએસ ધોની સાથે શેર કરી તસવીર, સાક્ષીની મિત્રએ કહ્યું- આ વીરુની બસંતી નહીં નાચે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીએ શ્રેણીની પ્રથમ ટી-20 મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીને શુક્રવારે શ્રેણીની પ્રથમ ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા બુધવારે 25 જાન્યુઆરીએ ધોનીના હોમટાઉન રાંચી પહોંચી હતી. ટી-20માં હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ કરશે. આ પહેલા રોહિત શર્માની આગેવાનીમાં વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.