Cricketers Marriage : વર્લ્ડ કપનો ફિવર ઉતરતાની સાથે જ ક્રિકેટની દુનિયામાં લગ્નની મોસમ શરૂ થઇ ગઈ છે. ઘણા ખેલાડીઓએ પોતાના જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. પછી તે પાકિસ્તાનનો ઈમામ ઉલ હક હોય, ભારતનો મુકેશ કુમાર હોય કે ઓસ્ટ્રેલિયાનો ક્રિસ ગ્રીન. આ બધાએ પોતાના જીવનની નવી શરૂઆતના સારા સમાચાર પણ પ્રશંસકો સાથે શેર કર્યા છે.
નવદીપ સૈની થયો ‘બોલ્ડ’
ભારતના યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ 23 નવેમ્બરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સ્વાતિ સાથે લગ્ન કર્યા હતા. શીખ રીતિ-રિવાજો અનુસાર થયેલા લગ્નની તસવીરો શેર કરતા નવદીપે લખ્યું કે તમારી સાથેનો દરેક દિવસ પ્રેમનો દિવસ છે. આજે અમે હંમેશા સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આ ખાસ દિવસે તમારા આશીર્વાદ માંગીએ છીએ.
મુકેશ કુમારે સિરીઝની વચ્ચે લગ્ન કરી લીધા હતા
ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમારે 28 નવેમ્બરે લગ્ન કર્યા હતા. તેણે દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા હતા. મુકેશ કુમારને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝ વચ્ચે લગ્ન માટે બ્રેક આપવામાં આવ્યો હતો. લગ્ન કર્યા પછી તે ફરી ટીમ સાથે જોડાઈ ગયો હતો.
લગ્ન બાદ ક્રિસ ગ્રીનને ડેબ્યૂ કરવાની તક મળી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ક્રિસ ગ્રીને 24 નવેમ્બરે પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. તેણે તેની ગર્લફ્રેન્ડ બેલ્સ વૈગશ્ચલ સાથે ખ્રિસ્તી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ લગ્ન સિડનીના ક્રિંકલવુડ વાઈનયાર્ડમાં થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ જ ગ્રીનને ઓસ્ટ્રેલિયા તરફથી T20 ડેબ્યૂ કરવાની તક મળી. બેલા તેના માટે નસીબદાર સાબિત થઈ છે.
ગેરાલ્ડે લગ્નની તસવીરો શેર કરી
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ગેરાલ્ડે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ હાના સાથે લગ્ન કર્યા. તેણે ડેસ્ટિનેશન વેડિંગની સુંદર તસવીરો શેર કરી છે. ચાહકોએ કપલને તેમની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા છે.
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હકે 25 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તેની પત્ની અનમોલ મહમૂદ નોર્વેમાં રહે છે. પાકિસ્તાની ખેલાડીના લગ્નમાં તેના સાથી ક્રિકેટર્સે પણ હાજરી આપી હતી.