ભારતીય ક્રિકેટ ટીમના કોચ માટે બીસીસીઆઈને 3000થી વધુ અરજીઓ મળી, પીએમ મોદી, અમિત શાહ, સચિનના નામ પર થઇ અરજી

Team India Coach : ભારતીય ટીમના કોચ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ સોમવારે (27 મે)ના રોજ પુરી થઈ ગઈ છે. 13 મેના રોજ બીસીસીઆઈએ ગૂગલ ફોર્મ પર આ પોસ્ટ માટે અરજીઓ મંગાવી હતી

Written by Ashish Goyal
May 28, 2024 15:09 IST
ભારતીય ક્રિકેટ ટીમના કોચ માટે બીસીસીઆઈને 3000થી વધુ અરજીઓ મળી, પીએમ મોદી, અમિત શાહ, સચિનના નામ પર થઇ અરજી
ભારતીય ક્રિકેટ ટીમની કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા (ફાઇલ ફોટો, સોશિયલ મીડિયા)

Team India Head Coach Application : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, એમએસ ધોની એવા કેટલાક નામ છે જેનો ઉપયોગ શરારતી તત્વોએ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની નોકરી માટે કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડને આ પદ માટે 3,000થી વધુ અરજીઓ મળી છે. ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, આમાથી મોટાભાગની અરજીઓ પૂર્વ ક્રિકેટરો અને રાજકારણીઓનો બનાવટી નામો હેઠળ છે.

ભારતીય ટીમના કોચ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ સોમવારે (27 મે)ના રોજ પુરી થઈ ગઈ છે. જાણકારી અનુસાર બીસીસીઆઈને તેંડુલકર, ધોની, હરભજન સિંહ, વીરેન્દ્ર સહેવાગ સહિત અન્ય પૂર્વ ક્રિકેટરોના નામે ઘણી અરજીઓ મળી છે. આ લાંબી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા રાજનેતાઓના નામ પણ સામેલ છે.

ચકાસણીમાં ઘણો સમય જશે

13 મેના રોજ બીસીસીઆઈએ ગૂગલ ફોર્મ પર આ પોસ્ટ માટે અરજીઓ મંગાવી હતી. આ પોસ્ટ માટે મોટી સંખ્યામાં નકલી અરજીઓ આવી છે. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે બીસીસીઆઈને આ કામમાં રસ ધરાવતા કોઈ પૂર્વ ક્રિકેટર તરફથી કોઈ અરજી મળી છે કે નહીં. આ પહેલી વખત નથી જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડને નકલી અરજદારો સાથે નીપટવું પડ્યું હોય. આ માટે તેમણે ઘણો સમય ચકાસણીમાં પસાર કરવો પડે છે.

આ પણ વાંચો – આઈપીએલ ચેમ્પિયન બન્યા પછી કોની પાસે રહે છે ટ્રોફી, ટીમ કે કેપ્ટનમાંથી કોણ રાખે છે? જાણો રસપ્રદ ઇતિહાસ

ગત વખતે 5 હજાર અરજીઓ આવી હતી

2022 માં જ્યારે બીસીસીઆઈએ મુખ્ય કોચ પદ માટે અરજીઓ માંગી હતી, ત્યારે તેમને સેલિબ્રિટીના નામનો ઉપયોગ કરીને શરારતી તત્વો પાસેથી લગભગ 5,000 અરજીઓ મળી હતી. તે વખતે બીસીસીઆઈએ આ અરજીને મેઇલ કરવા માટે કહ્યું હતું. આ વખતે તેમણે ગૂગલ ફોર્મનો ઉપયોગ કર્યો હતો. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે ગયા વર્ષે પણ બીસીસીઆઈને આવી અરજીઓ મળી હતી. જેમાં શરારતી તત્વોએ અરજી કરી હતી. આ વખતની કહાની પણ કંઈ અલગ નથી. બીસીસીઆઈ દ્વારા ગુગલ ફોર્મ પર અરજીઓ માંગવાનું કારણ એ છે કે એક શીટમાં અરજદારોની વિગતો તપાસવી સરળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ