નતાશાએ કહ્યું - હું અને હાર્દિક હજુ પણ એક પરિવાર, સર્બિયા જવાની વાયરલ તસવીર પર તોડી ચુપ્પી

natasa stankovic : નતાશા સ્ટેનકોવિચ અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જુલાઈ 2024માં અલગ થઈ ગયા હતા. હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા પછી પહેલીવાર નતાશાએ પોતાની ચુપ્પી તોડી

natasa stankovic : નતાશા સ્ટેનકોવિચ અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જુલાઈ 2024માં અલગ થઈ ગયા હતા. હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા પછી પહેલીવાર નતાશાએ પોતાની ચુપ્પી તોડી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Natasa Stankovic, serbia

એક ઈન્ટરવ્યૂમાં નતાશાએ સર્બિયા જવાની વાયરલ તસવીરો પર પોતાનું મૌન તોડ્યું (તસવીર - નતાશા સ્ટેનકોવિચ ઇન્સ્ટાગ્રામ)

natasa stankovic : નતાસા સ્ટેનકોવિચ અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જુલાઈ 2024માં અલગ થઈ ગયા હતા. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા પોતાના દેશ સર્બિયા જતી રહી હતી. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે ત્યાં જ સ્થાયી થઈ જશે. જોકે આવું બન્યું નથી તે ભારત પરત ફરી અને અહીં જ છે. એક ઈન્ટરવ્યૂમાં નતાશાએ સર્બિયા જવાની વાયરલ તસવીરો પર પોતાનું મૌન તોડ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે તે ભારત છોડવાની નથી. તે અને હાર્દિક પુત્ર અગસ્ત્યને ઉછેરી રહ્યા છે. બંને અગસ્ત્યના કો-પેરેંટ છે.

Advertisment

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નતાશાએ એ વાતને ફગાવી દીધી કે તે ભારત છોડીને જઇ રહી છે. નતાશા અગસ્ત્ય સાથે એરપોર્ટ પર સ્પોટ થયા બાદ આ અફવાઓ શરૂ થઈ હતી. આ પછી હાર્દિક અને નતાશાએ ડિવોર્સની જાણકારી આપી હતી. આનાથી ઘણા લોકોને લાગ્યું કે તે કાયમ માટે ભારત છોડી રહી છે. નતાશાએ કહ્યું કે તે અને હાર્દિક હજુ પણ પરિવાર છે.

અમે હજુ પણ એક પરિવાર છીએ - નતાશા

નતાશાએ કહ્યું કે એવી ચર્ચા હતી કે હું પાછી જઇ રહી છું પણ હું પરત કેવી રીતે જઈશ? મારે એક બાળક છે. બાળક અહીં શાળાએ જાય છે. આવી કોઈ શક્યતા નથી, એવું નહીં થાય. બાળકે અહીં જ રહેવું જોઈએ. તે અહીંનો જ છે. આખરે પરિવાર અહીં જ છે. અમે (હાર્દિક અને હું) હજુ પણ એક પરિવાર છીએ.

આ પણ વાંચો - ગાંગુલીથી લઇને ધોની સુધી, આ 6 દિગ્ગજ ભારતીયોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતિમ ટેસ્ટ શ્રેણી બની

Advertisment

નતાશાએ કહ્યું કે લોકોની ધારણાઓ મને પ્રભાવિત કરતી નથી. હું પોતાની રીતે શાંત છું. લોકો મારા વિશે ધારણાઓ બનાવે છે તેનાથી હું શાંત છું.

અગસ્ત્યએ માતા-પિતા બંને સાથે રહેવાનું છે

નતાશાએ કહ્યું કે અમારું એક બાળક છે અને આ બાળક અમને હંમેશા માટે એક પરિવાર બનાવશે. મેં આમ પણ તેવું કર્યું નથી કારણ કે અગસ્ત્યને માતાપિતા બંને સાથે રહેવાનું છે. મને અહીં 10 વર્ષ થયા છે અને હું દર વર્ષે તે જ સમયે સર્બિયા પાછી જઉં છું. આ પછી તેને પૂછવામાં આવ્યું કે શું તે અને હાર્દિક કો-પેરેન્ટિંગ કરે છે? તેણે કહ્યું કે હા.

હાર્દિક સ્પોર્ટ્સ