Hardik Pandya : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર પતિ સાથે ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નતાશા અને હાર્દિક ઘણા રોમાંટિક અંદાજમાં જોવા મળે છે. હાર્દિક પંડ્યા અને નતાશા એક સોફા પર પોઝ આપતા જોવા મળે છે. પ્રથમ તસવીરમાં હાર્દિક અને નતાશા લગભગ એકબીજાને કિસ કરતા જોવા મળે છે.
આ તસવીરમાં બન્ને હસતા જોવા મળે છે. હાર્દિકે બ્લેક શર્ટ અને ભૂરા રંગનું પેન્ટ પહેર્યું છે. જ્યારે નતાશાએ આકર્ષક ઝેબ્રા પ્રિન્ટ વાળો બ્લેક અને સફેદ પોશાક પહેર્યો છે. નતાશાએ તસવીરની કેપ્શનમાં ફ્રેન્ચ ભાષામાં ‘Je t’aime લખ્યું છે. અંગ્રેજીમાં તેનો મતલબ લવ યુ છે. આ પછી રેડ હાર્ટ વાળી ઇમોજી પણ પોસ્ટ કરી છે અને હાર્દિકને ટેગ કર્યો છે.
યુઝર્સે હાર્દિક અને નતાશાને ટ્રોલ કર્યા
નતાશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ છે અને પ્રશંસકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક પ્રશંસકો તસવીરો પર પ્રતિક્રિયા આપતા આગ અને દિલ વાળી ઇમોજી પોસ્ટ કરી છે. જ્યારે ઘણી મોટી સંખ્યામાં યુઝર્સે બન્નેને ટ્રોલ કર્યા છે. એક યુઝર્સે કહ્યું કે શરમ નામની ચીજ છે કાંઇ.
હાર્દિક પંડ્યાની ભાભી અને ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ પણ બન્નેની તસવીરો પણ પોતાનું રિએક્શન આપ્યું છે. પંખુડીએ ફાયરવાળી ઇમોજી પોસ્ટ કરી છે. જણાવી દઇએ કે નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામ પર હંમેશા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. નતાશાએ 2020માં હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. બન્નેને એક પુત્ર અગસ્ત્યા છે.
નતાશા સ્ટેનકોવિકના ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
નતાશા સ્ટેનકોવિકના ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલમાં જ તેમના પુત્ર અગસ્ત્યાનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો. તે વીડિયોમાં નતાશા અને તેનો પુત્ર જિમની બહાર જોવા મળ્યા હતા.
હાર્દિક પંડ્યાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણી માટે તે ટીમ ઇન્ડિયાનો ભાગ છે. વન-ડેમાં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવ્યો છે.





