/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/natasa-stankovic.jpg)
સર્બિયન મોડલ અને ડાન્સર નતાશા સ્ટેનકોવિચ (તસવીર : ઇન્સ્ટાગ્રામ/@natasastankovic__)
Natasa Stankovic-Hardik Pandya : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા અને સર્બિયન મોડલ અને ડાન્સર નતાશા સ્ટેનકોવિચે ગત મહિને જ સોશિયલ મીડિયા પર અલગ થવાની જાહેરાત કરી હતી. જોકે તે સમયે બંનેએ અલગ થવાનું કોઇ કારણ આપ્યું ન હતું. આ પછી નતાશા સ્ટેનકોવિકના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઇને જાણ થઇ છે કે તે સર્બિયામાં દીકરા અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર બંનેના ડિવોર્સની પ્રક્રિયા ચાલી રહી છે.
આ દરમિયાન સર્બિયન મોડલ અને ડાન્સરે ચીટિંગ અને ભાવનાત્મક શોષણ વાળી પોસ્ટને લાઈક કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. નતાશા સ્ટેનકોવિકને ઇન્સ્ટાગ્રામ પર સંબંધો વિશેની કેટલીક પોસ્ટ લાઇક કરી છે. આ કારણે હાર્દિક પંડ્યાથી અલગ થવાના કારણ વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા યુઝર્સ એવી પણ અટકળો લગાવી રહ્યા છે કે નતાશાની આ એક્ટિવિટીથી હાર્દિક અને તેની વચ્ચે છૂટાછેડાનો માર્ગ મોકળો કરી દીધો છે.
થોડા દિવસ પહેલા નતાશાએ ક્રોક્સ ઇન્ડિયા સાથેના કલૈબરૈશનનો એક વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે તે તે કરી રહી છે જે મને જે સૌથી વધારે પસંદ છે - ક્રોક્સ પહેરીને ડ્રેસ અપ કરવું. ગરમીઓ માટે તમારી પસંદગી શું છે?
એક યૂઝરે નતાશાની તે પોસ્ટના ઘણા સ્ક્રીનશોટ શેર કર્યા
સોશિયલ મીડિયા પર એક યૂઝરે નતાશાની તે પોસ્ટના ઘણા સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેણે નતાશાએ લાઇક કર્યા છે. આ પોસ્ટનું શીર્ષક હતું કે નતાશા સ્ટેનકોવિકને ચીટિંગ અને ભાવનાત્મક શોષણ વિશે રીલ લાઇક કરી છે. gujarati.indianexpress.com સ્પષ્ટ કરવા માંગે છે કે આ સોશિયલ મીડિયાની અટકળો છે.
આ પણ વાંચો - આવું થયું તો પાકિસ્તાનમાં નહીં યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, દિગ્ગજ ખેલાડીએ પીસીબીને ચેતવ્યા
નતાશાને એક રીલ લાઇક કરી છે, તેની કેપ્શનમાં લખ્યું છે કે આ પ્રકારના છોકરાઓ સાથે તમને ક્યારેય એવું નહીં લાગે કે તમે ઠીક છો કારણ કે તેઓ હજી પરિપક્વ થવા માટે તૈયાર નથી. તેઓ બીજી છોકરીઓનું મનોરંજન કરશે, પણ એવું માટે નથી કારણ તે તમે પર્યાપ્ત નથી.
રીલના કેપ્શનમાં આ પણ લખ્યું છે:
- ચીટિંગ કરનારાઓ પાસે ઘણીવાર શબ્દોની એક રીત હોય છે અને હેરફેર કરવામાં કુશળ હોય છે. તેઓ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ મોટા-મોટા વાયદાઓ અને અતિશય ખુશામતથી સાવચેત રહો, જે તેમના કાર્યોને અનુરૂપ ન પણ હોય.
- ચીટિંગ કરનાર તેના ઠેકાણા, પ્રવૃત્તિઓ અને વાતચીત વિશે વધારે ગુપ્ત રહે છે. તેઓ પોતાના ફોન, પાસવર્ડ અને વ્યક્તિગત સ્થાનની બારીકીથી સુરક્ષા કરે છે, જેથી તમારા માટે તેમના વાસ્તવિક ઇરાદાઓને સુધી પહોંચવું કે જાણવા પડકારજનક બને છે.
- ચીટિંગ કરનારાઓમાં પ્રતિબદ્ધતાના મુદ્દાઓ સામાન્ય છે. તેઓ સંબંધોને વ્યાખ્યાયિત કરવામાં ખચકાટ અનુભવી શકે છે, ભવિષ્યની ચર્ચા કરવાનું ટાળી શકે છે, અથવા તેમની ક્રિયાઓ અને શબ્દોમાં વિસંગતતા દર્શાવી શકે છે, જેનાથી તમે અનિશ્ચિત અને ભ્રમિત અનુભવી શકો છો.
- ચીટિંગ કરનારાઓ ઘણીવાર બહુવિધ સ્રોતોનું ધ્યાન ખેંચે છે. તેઓ અન્ય લોકો સાથે અતિશય છેડછાડ કરી શકે છે, બહારી પ્રશંસાની લાલસા કરે શકે છે. તેઓ પોતાનો અહંકાર વધારવા માટે ભાવનાત્મક અથવા શારીરિક બેવફાઈ (કોઈની સાથે સગાઈ કરવા છતાં અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક અથવા શારીરિક સંબંધ બાંધવો) કરી શકે છે.
નતાશા અને હાર્દિકે 2020માં લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં નતાશાએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. જુલાઈ 2024 માં, બંનેએ મહિનાઓની અટકળો પછી એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું અને તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us