/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/National-Games.jpg)
સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડનું સાક્ષી બન્યું (તસવીર સાભાર - માહિતી ખાતું ગુજરાત સરકાર)
National Games 2022 : રાજકોટમાં ચાલી રહેલી 36મી નેશનલ ગેમ્સમાં જૂના ચાર રેકોર્ડ તૂટ્યા છે અને નવા ચાર નેશનલ રેકોર્ડ બન્યા છે. રાજકોટ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પુરુષોની1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત જૈનએ 15 મિનિટ તથા 54.79 સેકન્ડમાં ખતમ કરી નવો રેકોર્ડ કાયમ કર્યો છે. તેણે 2015ની નેશનલ ગેમ્સનો સજનનો 15 મિનિટ 55.78 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો છે.
જ્યારે 800 મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધા દિલ્હીની ભવ્યા સચદેવાએ 9 મિનિટ 15.24 સેકન્ડમાં પૂરી કરીને 2015નો આકાંક્ષા વોરાનો 9:15.30 મિનિટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 6 સેકન્ડના ફરકથી ભવ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો - બીજી ટી-20માં ભારતીય ખેલાડીઓનું સમર્પણ અને ત્યાગ જોવા મળ્યું, જુઓ Video
200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં આજે બે વાર રેકોર્ડ તૂટ્યા છે. આ સ્પર્ધામાં વર્ષ 2025માં કર્ણાટકની સજની શેટ્ટીનો 2 મિનિટ 46.39 સેકન્ડ સાથેનો રેકોર્ડ નોંધાયેલો હતો. જ્યારે આજે સવારની હિટમાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ 2 મિનિટ 45.96 સેકન્ડ સાથે રેકોર્ડ તોડ્યો હતો. તો સાંજે ફાઈનલ સ્પર્ધા 2 મિનિટ 42.63 સેકન્ડમાં પૂરી કરીને સવારનો પોતાનો જ રેકોર્ડ તોડીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
આ ઉપરાંત 4 બાય 100 મીટર મીડલે–મહિલાની સ્પર્ધા કર્ણાટકની ટીમે 4 મિનિટ 27.78 સેકન્ડમાં પૂરી કરીને, અગાઉનો મહારાષ્ટ્રની ટીમનો 4 મિનિટ 32.32.38 સેકન્ડનો રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક બનાવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us