નેશનલ ગેમ્સ 2022 : ગુજરાતની સ્વીમર માના પટેલે ગોલ્ડ જીત્યો

National Games 2022: 50 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે ગોલ્ડ, બંગાળની સોબ્રતિ મોંડલે સિલ્વર તથા મહારાષ્ટ્રની પલક જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

National Games 2022: 50 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે ગોલ્ડ, બંગાળની સોબ્રતિ મોંડલે સિલ્વર તથા મહારાષ્ટ્રની પલક જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે ગોલ્ડ, બંગાળની સોબ્રતિ મોંડલએ સિલ્વર તથા મહારાષ્ટ્રની પલક જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

National Games 2022: 36મી નેશનલ ગેમ્સમાં રાજકોટમાં સરદાર પટેલ સ્નાનાગારમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં યોજાઇ હતી. જેમાં કર્ણાટક રાજ્યે સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર તથા 5 બ્રોન્ઝ મળીને કુલ 17 મેડલ જીત્યા હતા.

Advertisment

400 મીટર મીડલે-પુરુષની સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ ગોલ્ડ, કેરાલાના સજન પ્રકાશે સિલ્વર તથા ગુજરાતના આર્યન નહેરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં કર્ણાટકાની હ્રીતિકા રામચંદ્રાએ સુવર્ણ, મધ્ય પ્રદેશની રીચા મિશ્રાએ સિલ્વર તથા મધ્યપ્રદેશની કન્યા નાયરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

200 મીટર બેકસ્ટ્રોક-પુરુષની સ્પર્ધામાં કર્ણાટકના ઉત્કર્ષ પાટિલે ગોલ્ડ, મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ સિલ્વર તથા કર્ણાટકના શિવા એસ.એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે ગોલ્ડ, બંગાળની સોબ્રતિ મોંડલએ સિલ્વર તથા મહારાષ્ટ્રની પલક જોશીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો - બીજી ટી-20માં ભારતીય ખેલાડીઓનું સમર્પણ અને ત્યાગ જોવા મળ્યું, જુઓ Video

Advertisment

50 મીટર ફ્રી સ્ટાઈલ પુરુષોની સ્પર્ધામાં કર્ણાટકના શ્રીહરિ નટરાજે ગોલ્ડ તમિલનાડુના પવન ગુપ્તાએ સિલ્વર તથા સર્વિસિસના રુદ્રાંશ મિશ્રાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચ્વહાણે ગોલ્ડ, ગુજરાતની માના પટેલે સિલ્વર તથા આસામની શિવાંગી શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

હાઈબોર્ડ-પુરુષોની સ્પર્ધામાં સર્વિસિસના સિદ્ધાર્થ પરદેશીએ ગોલ્ડ, સર્વિસિસના સૌરવ દેબનાથે સિલ્વર તથા મહારાષ્ટ્રના ઓમ અવસ્થીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વોટર પોલોમાં બંગાળની ટીમ મણિપુરને હરાવીને 27 ગોલ સાથે વિજેતા બની હતી. જ્યારે મહારાષ્ટ્રની ટીમે 8 ગોલ કરીને કર્ણાટકને હરાવ્યું હતું. પુરુષોની સ્પર્ધામાં કેરળ પંજાબ સામે 15 ગોલ નોંધાવી વિજેતા બન્યું હતું. મહારાષ્ટ્રની ટીમે 14 ગોલ ફટકારીને મણિપુરની ટીમને કારમી હાર આપી હતી

નેશનલ ગેમ્સ 2022 સ્પોર્ટ્સ