/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/National-Sports-Day-2024.jpg)
National Sports Day 2024 : ભારતમાં 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
National Sports Day 2024 : ભારતમાં 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે. તેમના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદને તેમની અનોખી હોકી કુશળતા અને રમત પ્રત્યેના સમર્પણ માટે યાદ કરવામાં આવે છે. તેમણે હોકીમાં ભારતને ઘણી જીત અપાવી હતી.
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક વિશેષ સમારોહમાં રાષ્ટ્રીય રમત પુરસ્કારો આપવામાં આવે છે. આ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. આ પુરસ્કારો ખેલકૂદ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ખેલાડીઓ અને કોચને આપવામાં આવે છે.
નેશનલ સ્પોર્ટ્સ ડે કેમ ઉજવવામાં આવે છે?
નેશનલ સ્પોર્ટ્સ ડે ના અવસર પર મેજર ધ્યાનચંદના જીવન અને યોગદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે રમતગમતના મહત્વને પ્રોત્સાહન આપવામાં આવે છે અને લોકો રમતગમતમાં સક્રિયપણે ભાગ લેવા પ્રેરાય છે. આ દિવસે દેશના ખેલાડીઓને તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે અને યુવાનોને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
સ્પોર્ટ્સના કારણે સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તેથી આ દિવસે તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ભાર મુકવામાં આવે છે.
આ પણ વાંચો - શું તમે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું Google Doodle જોયું, આ અનોખા અંદાજમાં કરી ઉજવણી
કોણ હતા મેજર ધ્યાનચંદ?
ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905ના રોજ થયો હતો. તેમને હોકીના જાદુગર કહેવામાં આવતા હતા. તેમણે અદભૂત હોકી કુશળતાથી વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું. તેમણે 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ધ્યાનચંદની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હોકીના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.
નેશનલ સ્પોર્ટ્સ ડે મહત્વ
રમતગમત દરેકને એક સાથે લાવે છે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે. તે યુવાનોને શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વના ગુણો શીખવે છે. રમતગમત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. રમતગમતમાં વિજય દેશનું ગૌરવ વધારે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us