/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Navjot-Singh-Sidhu-Weight.jpg)
આવો જાણીએ શું છે નવજોત સિંહ સિદ્ધુનું વજન ઘટાડવાનું રહસ્ય (P.C- @navjotsinghsidhu/Instagram)
Navjot Singh Sidhu Weight Loss Secret : પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટિવ રહે છે. હવે હાલમાં જ સિદ્ધુએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું છે કે તેમણે 5 મહિનાથી પણ ઓછા સમયમાં પોતાનું 33 કિલો વજન ઘટાડ્યું છે. આ સાથે જ તેમણે પોતાના ટ્રાન્સફોર્મેશનનો ફોટો અને વજન ઘટાડવાનું સિક્રેટ પણ શેર કર્યું છે. આવો જાણીએ તેના વિશે.
શું છે નવજોત સિંહ સિદ્ધુનું વજન ઘટાડવાનું રહસ્ય?
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે દ્રઢ ઈચ્છાશક્તિ અને અનુશાસનથી કંઈ પણ કરી શકાય છે. મેં માત્ર સારો આહાર, પ્રાણાયામ, વેઇટ ટ્રેનિંગ અને વોકિંગ કરીને પોતાનું વજન ઓછું કર્યું છે.
પ્રાણાયામ અને યોગ વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?
નવજોતસિંહ સિદ્ધુએ વજન ઘટાડવા માટે પોતાની દિનચર્યામાં પ્રાણાયામનો સમાવેશ કર્યો હતો, જે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજના સમયમાં મોટા ભાગના લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે, જે સમય સાથે મેદસ્વિતાનું કારણ બનવા લાગે છે. સાથે જ પ્રાણાયામ તણાવ ઓછો કરે છે. આ સિવાય નિયમિત પ્રાણાયામથી મેટાબોલિઝમ પણ સારું થાય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
વેઇટ ટ્રેનિંગ
વેઇટ ટ્રેઇનિંગની વાત કરીએ તો તેનાથી તમારી મસલ્સ ટોન થાય છે અને જેમ-જેમ તમે મસલ્સ વધારશો તેમ તેમ તમારા શરીરનો રેસ્ટિંગ મેટાબોલિક રેટ પણ વધે છે, જેના કારણે વજન ઘટાડવામાં સરળતા રહે છે અને લાંબા સમય સુધી સંતુલિત વજન જાળવી શકાય છે.
કેટલાક અહેવાલોના પરિણામો દર્શાવે છે કે વેઇટ ટ્રેનિંગ પછી શરીર આફ્ટરબર્ન અસર અનુભવે છે, જ્યાં વર્કઆઉટ પૂરી થયા પછી પણ તમારું શરીર ઊંચા દરે કેલરી બર્ન કરવાનું ચાલુ રાખે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં પણ ફાળો આપે છે.
આ પણ વાંચો - વિરાટ કોહલીને આઉટ કરવા માટે બસ ડ્રાઇવરે આપી હતી સલાહ, હિમાંશુ સાંગવાનનો ખુલાસો
પાવર વોક
વજન ઘટાડવા માટે ચાલવું એ સૌથી સહેલી કસરત માનવામાં આવે છે. દરરોજ ચાલવાથી શરીરની વધારાની ચરબી ઓછી થાય છે અને સ્નાયુઓને ટોન મળે છે. સારા પરિણામો માટે તમે પાવર વોક કરી શકો છો. ઘણા રિસર્ચના પરિણામો દર્શાવે છે કે પાવર વોકિંગ સામાન્ય વોકિંગ કરતા વધુ કેલરી બર્ન કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
આહાર (ડાયેટ)
તો બીજી તરફ જો તમારા મનમાં પણ સવાલ હોય કે વજન ઘટાડવા માટે તમારા ડાયેટને કેવી રીતે રાખવું તો સૌથી પહેલા પ્રોસેસ્ડ ફૂડ, તળેલી વસ્તુઓ અને ખાંડથી બચો. આ સિવાય ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓને તમે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. ફાઇબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જ્યારે પ્રોટીન ફુડ ક્રેવિંગને ઘટાડે છે અને શરીરને ઊર્જાવાન રાખે છે.
આ રીતે આ 4 સ્ટેપ્સને ફોલો કરવાથી તમે પણ નવજોત સિંહ સિદ્ધુની જેમ થોડા જ સમયમાં મોટાપાથી છુટકારો મેળવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us