Paris Olympics 2024 Medal Tally: પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન થઇ ગયું છે. ભારતે પેરિસ ઓલિમ્પિસ 2024માં 6 મેડલ જીત્યા છે. આ સાથે ભારત મેડલ ટેબલમાં 71માં સ્થાન પર છે. આ યાદીમાં ચીન 40 મેડલ સાથે ટોચ પર છે અને અમેરિકા 39 મેડલ સાથે બીજા સ્થાન પર છે. એક કોલેજ એવી પણ છે જે મેડલના મામલે આ તમામ દેશોને ટક્કર આપે છે. આ એક કોલેજના 66 ખેલાડી મેડલ જીત્યા હતા, જેમાં 23 ગોલ્ડ મેડલ છે.
NCAA ના 1000 ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો
નેશનલ કોલેજિયેટ એથ્લેટિક્સ એસોસિએશને ફરી એક વખત સાબિત કરી દીધું છે કે, તે ઓલિમ્પિક મેડાલીસ્ટ ગિવિંગ મશીન છે. ટીમના ગોલ્ડ અને મેડલની ગણતરી પ્રમાણે તે મેડલ ટેબલમાં ત્રીજા ક્રમે હોત. કોલેજની વેબસાઈટ અનુસાર, પેરિસ ઓલિમ્પિક 2024માં 1000 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 400 લોકો અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા હતા. જેમાંથી 406 સ્વિમિંગમાં, 150 બાસ્કેટબોલમાં ભાગ લીધો હતો.
ઘણા દેશોને આપ્યા મેડલિસ્ટ
આ કોલેજે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ જમૈકા, સેન્ટ લુસિયા, ડોમિનિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકેને પણ મેડલ જીતાડ્યા છે. સેન્ટ લુસિયા માટે પ્રથમ ગોલ્ડ જીતનાર આલ્ફ્રેડ પણ આ કોલેજનો હિસ્સો છે. તેણે આ ગોલ્ડ મેડલ 100 મીટરમાં જીત્યો હતો.
ઘણા ઉત્તમ કોચ પણ આપ્યા
એનસીએએ માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ કોચ પણ તૈયાર કરી રહ્યું છે. આ કોચ દેશો માટે મેડાલીસ્ટ તૈયાર કરી રહ્યા છે. મારચંડ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગેમ્સમાં એક જ રાતમાં મારચંદે ત્રણ જુદી-જુદી સ્વિમિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે દરેક રેસમાં ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યા હતા. આ બધું એનસીએએ કોચ બોબ બોમેનને આભારી છે. બોમેને દુનિયાને માઈકલ ફેલ્પ્સ જેવા ખેલાડી આપ્યા છે.
આ પણ વાંચો | અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક મેચ પહેલા 10 કલાકમાં ઘટાડ્યું 4.6 કિલો વજન, જાણો ઝડપથી વજન ઘટાડવાની ટેકનિક
રવિવારે બપોર સુધીમાં પેરિસ ઓલિમ્પિક 2024 માં ચીને 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આમ ચીન 91 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. તો અમેરિકા 39 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ આમ કૂલ 125 મેડલ સાથે બીજા સ્થાન પર છે. તો જાપાન કૂલ 45 મેડલ જીતને ત્રીજા સ્થાન પર છે. જાપાને 20 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તો ઓસ્ટ્રેલિયા 18 ગોલ્ડ, 19 સિલ્વર અને 16 બ્રોન્ઝ સાથેકુલ 53 મેડલ જીતીને ચોથા ક્રમે રહ્યું છે.





