શું વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદ છે? BCCI એ હસ્તક્ષેપ કરવો જોઈએ

Indian Cricket Team : ભારતને સાઉથ આફ્રિકા સામેની રાંચી વન ડેમાં શાનદાર જીત મળી હતી. જોકે ભારતીય ડ્રેસિંગરુમમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદના રિપોર્ટ છે

Written by Ashish Goyal
December 02, 2025 14:22 IST
શું વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદ છે? BCCI એ હસ્તક્ષેપ કરવો જોઈએ
વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદના સમાચારના રિપોર્ટ સામે આવી રહ્યા છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Indian Cricket Team : ભારતને સાઉથ આફ્રિકા સામેની રાંચી વન ડેમાં શાનદાર જીત મળી હતી. જોકે ભારતીય ડ્રેસિંગરુમમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. કોહલીએ રાંચી વન ડેમાં શાનદાર ઈનિંગ રમી હતી અને તે લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો જે સિનિયર ખેલાડીઓ માટે રાષ્ટ્રીય પસંદગી માટે સતત ઉપલબ્ધ રહેવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જરૂરી માને છે.

રોહિત અને કોહલી ભારત માટે માત્ર વન ડે રમે છે, પણ બંને ફોર્મમાં છે અને તે રાંચીમાં પણ જોવા મળ્યું હતું. રોહિત ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટે હા પાડી ચૂક્યો છે, પણ લંડનમાં રહેતા વિરાટ કોહલીએ હજુ સુધી આવું કર્યું નથી. રાંચી વન ડે માં પ્લેયર ઓફ ધ મેચ જીત્યા બાદ કોહલીએ કહ્યું હતુ કે તે ક્યારેય વધુ પડતી તૈયારીમાં માનતો નથી અને હવે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ બીસીસીઆઇના હુકમની લડત ચાલુ છે.

શું કોહલી, ગંભીર અને અગરકર વચ્ચે કોઈ અણબનાવ છે?

આ કહાનીમાં ત્રણ મુખ્ય પાત્રો વિરાટ કોહલી, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર છે. કોહલીએ પોતાની ટીકા કરનારાઓને નિશાન બનાવવાની કોઈ તક ક્યારેય ગુમાવી નથી. તે ઘણીવાર પોતાને એવા વ્યક્તિ તરીકે રજૂ કરે છે જે વિશ્વ સામે લડી રહ્યા છે. કોહલીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું એટલા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે વન ડે શ્રેણી વચ્ચે ઘણું અંતર હોઈ શકે છે અને તે કોઈ મોટી વાત લાગતી નથી, પરંતુ વિરાટ તેને એક એવા પગલા તરીકે જોતો નથી જે તેને મદદ કરી શકે.

ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો આદેશ ખોટો પગલું નથી, પણ સવાલ એ છે કે ફોર્મ ખરાબ હોય ત્યારે જ તેનો અમલ કરવો જોઈએ. ફોર્મ જાળવી રાખવા માટે વિજય હઝારે ટ્રોફી રમવાનો નિર્ણય ખરાબ બાબત નથી. હાલ તેની જરુર ન પડે, પણ વર્લ્ડ કપને બે વર્ષ બાકી છે તે જોતાં તે સમજદાર નિર્ણય છે.

ટેસ્ટ શ્રેણીમાં 0-2થી પરાજય થયા બાદ ગંભીરની સ્થિતિ નબળી પડી

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-2થી પરાજય થયા બાદ ગંભીરની સ્થિતિ નબળી પડી છે અને હવે વન ડેમાં રોહિત-કોહલીનો દેખાવ તેના માટે નવો માથાનો દુખાવો છે કારણ કે તે ટીમને પોતાના પ્રમાણે ચલાવવા માગે છે અને તેમાં ફેરફાર કરવા માગે છે. જોકે રેડ બોલના ક્રિકેટમાં ગંભીરના કેટલાક નિર્ણયો અને આખરી ઈલેવનના નિર્ણયોએ ઈંગ્લેન્ડમાં મળેલી સફળતા પર પાણી ફેરવી દીધું હતું.

આ પણ વાંચો – સોમવારથી લઇને રવિવાર સુધી, કોહલીએ કયા વારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારી

દોષ બંને પર હોઈ શકે છે, પરંતુ મેદાન પર સફળતા લોકોની વિચારસરણીને અસર કરે છે. કોહલી સ્ટાર છે અને તેણે હમણાં જ શાનદાર સદી ફટકારી છે અને તેના પછી તરત જ તેણે પોતાની વાત રાખી છે. લોકોની નજરમાં ગંભીર એક એવી વ્યક્તિ માનવામાં આવે છે જેનો ઈતિહાસ માત્ર કોહલી જ નહીં પણ એમએસ ધોની સાથે પણ સહમત રહ્યો નથી અને તેને એક જિદ્દી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે.

હવે જો બીસીસીઆઇ પોતાનું વલણ બદલીને કહે છે કે પસંદગી માત્ર ડોમેસ્ટિક ક્રિકેટ રમવા સાથે સંબંધિત નહીં હોય, તો પછી તેનો અર્થ શું છે, વિરાટ કોહલી જીતશે અને અગરકર અને ગંભીર હારશે, અને જો આવું કંઇક નક્કી નહીં થાય તો શું થશે. શું કોહલી ચાલ્યો જશે. આ યોગ્ય નથી અને તેની ડ્રેસિંગ રૂમ પર કોઈ પણ રીતે ખરાબ અસર પડશે. યુવા ખેલાડીઓને આગળ વધવા માટે તે સારું વાતાવરણ હોઈ શકે નહીં. જ્યારે વ્યક્તિવાદ કેન્દ્રમાં આવે છે, ત્યારે ટીમનું વિઝન અને સ્પિરિટને નુકસાન થાય છે. પરિસ્થિતિ હાથમાંથી નીકળતી અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓ અને પ્રભાવશાળી લોકોએ હસ્તક્ષેપ કરવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ