/indian-express-gujarati/media/media_files/2026/02/10/netherland-vs-namibia-2026-02-10-10-45-04.jpg)
નેધરલેન્ડ્સ વિ નામિબિયા Photograph: (X @ICC)
netherland vs Namibia T20I WC 2026 Group B Match 10 Live Score: આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટી 20 વર્લ્ડકપ 2026ની 10મી મેચ નેધરલેન્ડ અને નામિબિયા વચ્ચે છે. ICC T20 વર્લ્ડ કપ 2026 માં પોતાની પહેલી મેચ હારી ગયા બાદ નેધરલેન્ડ હવે નામિબિયા સામે રમશે.આ મેચમાં નેધરલેન્ડ પોતાની પહેલી મેચમાં કરેલી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરશે.
નેધરલેન્ડ્સે ટોસ જીત્યો
નેધરલેન્ડ્સે નામિબિયા સામે ટોસ જીત્યો. તેમણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આમ નામિબિયાને પહેલા બેટિંગ કરવાનો મોકો મ્યો છે. ટોસ દરમિયાન નેધરલેન્ડ્સના કેપ્ટને પિચને બોલર-ફ્રેન્ડલી ગણાવી છે.
નેધરલેન્ડ્સ પોતાની પહેલી જીત શોધમાં
T20 વર્લ્ડ કપ 2026 માં નેધરલેન્ડ્સનો પહેલો મેચ પાકિસ્તાન સામે હતો. તેમણે લગભગ પાકિસ્તાનને હરાવી દીધું હતું. ફહીમ અશરફે અંતે સ્થિતિ બદલી નાખી. પાકિસ્તાને તે મેચ ફક્ત ત્રણ વિકેટથી જીતી લીધી. નેધરલેન્ડ્સ આજે પોતાની પહેલી જીત નોંધાવવા અને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલવા માટે પ્રયત્ન કરશે.
નામિબિયાનો આજે ઓપનિંગ મેચ
નામિબિયાનો ઓપનિંગ મેચ આજે છે. તેઓ T20 વર્લ્ડ કપ 2026માં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા પ્રયત્ન કરશે. જોકે, નેધરલેન્ડ્સ સારા ફોર્મમાં છે અને પાકિસ્તાનને કઠિન ટક્કર આપી છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
નેધરલેન્ડ્સ અને નામિબિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ પાંચ T20 મેચ રમાઈ છે. આમાંથી, નેધરલેન્ડ્સે ત્રણ મેચ જીતી છે અને નામ્બિયાએ એક જીતી છે. એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
નેધરલેન્ડ પ્લેઈંગ 11
માઈકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (વિકેટકીપર/કેપ્ટન), ઝેક લિયોન કેચેટ, લોગાન વાન બીક, આર્યન દત્ત, રોઈલોફ વાન ડેર મર્વે, ટિમ્મ વાન ડેર ગુગટન, ફ્રેડ ક્લાસેન
ટી20 વર્લ્ડકપ 2026ના લગતા અન્ય સમાચારો અને મેચ વિશે માહિતી વાંચવા અહીં ક્લિક કરો
નામિબિયા પ્લેઈંગ 11
લોરેન્ટ સ્ટીનકેમ્પ, જાન ફ્રાયલિંક, જાન નિકોલ લોફ્ટી-ઇટોન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિત, જેન ગ્રીન (વિકેટકીપર), ડાયલન લેઇચર, રુબેન ટ્રમ્પેલમેન, વિલેમ માયબર્ગ, બર્નાર્ડ શોલ્ટ્ઝ, મેક્સ હેન્ગો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us