Nicholas Pooran: નિકોલસ પૂરન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમે, નિવૃત્તિ જાહેર કરી

Nicholas Pooran retirement: નિકોલસ પૂરન વેસ્ટ ઇન્ડિઝ માટે 61 વન ડે અને 106 T20 મેચ રમ્યો છે. વેસ્ટ ઇન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીએ 29 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી સૌને ચોંકાવ્યા છે. આખરે શું થયું કે તેને રિટાયર્ટમેન્ટ લેવું પડ્યું? જાણો શું છે કારણ

Nicholas Pooran retirement: નિકોલસ પૂરન વેસ્ટ ઇન્ડિઝ માટે 61 વન ડે અને 106 T20 મેચ રમ્યો છે. વેસ્ટ ઇન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીએ 29 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી સૌને ચોંકાવ્યા છે. આખરે શું થયું કે તેને રિટાયર્ટમેન્ટ લેવું પડ્યું? જાણો શું છે કારણ

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Nicholas Pooran Retirement from International Cricket | નિકોલસ પૂરન વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંન્યાસ

Nicholas Pooran : નિકોલસ પૂરન એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો (ફોટો ક્રેડિટ સોશિયલ)

વેસ્ટ ઇન્ડિઝ દિગ્ગજ બેટ્સમેન નિકોલસ પૂરન એ 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે. મંગળવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ શેર કરી રિટાયર્ટમેન્ટની જાહેરાત કરી છે. તેણી લાંબી પોસ્ટ લખી પોતાના ક્રિકેટ સંન્યાસની વાત કરી છે.

Advertisment

નિકોલસ પૂરન રેકોર્ડ અંગે વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝ તરફથી તે સૌથી વધુ ટી20 મેચ રમ્યો છે અને સૌથી વધુ રન પણ બનાવ્યા છે. પૂરન વેસ્ટ ઇન્ડિઝ માટે 61 વન ડે અને 106 ટી-20 મેચ રમ્યો છે. એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 39.66 સરેરાશ સાથે 1983 રન અને ટી-20 માં 136.40 સ્ટ્રાઇક રેટ સાથે 2275 રન બનાવ્યા છે.

નિકોલસ પૂરન એ રિટાયર્ટમેન્ટ પોસ્ટમાં શું લખ્યું?

પૂરને લખ્યું છે કે, આ ઘણું મુશ્કેલ હતું, પરંતુ મેં વિશે ઘણો વિચાર કર્યો અને આ મુદ્દે ગહન મંથન કર્યા પછી આ નિર્ણય લીધો છે. તમને બધાને મારો પ્રેમ. ક્રિકેટ ફેન્સ માટે ઘણું વિચાર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. આ રમતે મને ઘણી ખુશી આપી છે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી નેતૃત્વ કરવાની તક મળી એ યાદો સદાય સ્મરણમાં રહેશે.

Advertisment

વેસ્ટ ઇન્ડિઝની મરુન જર્સી પહેરવી, રાષ્ટ્રગાન માટે ઉભા રહેવું અને દરેક વખતે મેદાનમાં પગ મુકતાની સાથે જ પોતાનું બધું જ આપી દેવાનું… એ પળોને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. એ કહેવું અઘરૂ છે કે એનો મતબલ અને મહત્વ મારા કેટલું બધું છે. એક કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરવું એ એક વિશેષાધિકાર છે જેને હું હંમેશા મારા દિલની નજીક સાચવી રાખીશ.

પ્રશંસકો પ્રતિ અતૂટ પ્રેમની લાગણી વ્યક્ત કરતાં નિકોલસ પૂરન એ લખ્યું છે કે, આપ સૌનો દિલથી ધન્યવાદ, મુશ્કેલ સમયમાં આપે મને સાથ આપ્યો છે અને સારી પળોમાં ગજબ જુનૂન સાથે જશ્ન મનાવ્યો છે. મારો પરિવાર, દોસ્તો અને ટીમના સાથીઓને મારી સફર પર સાથ આપવા માટે ધન્યવાદ. તમારા આશીર્વાદ અને સમર્થને મને આ સફરમાં ઘણો આગળ વધાર્યો છે.

જોકે મારા કરિયરનો આંતરરાષ્ટ્રીય અધ્યાય હવે બંધ થયો છે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ માટે મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. હું ટીમ અને દેશનું નામ રોશન થાય એવી સફળતા અને શક્તિ સિવાય બીજુ કંઇ ઇચ્છતો નથી.

પૂરન આંતરરાષ્ટ્રીય કરિયર રેકોર્ડ

નિકોલસ પૂરને વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે. વન ડે માં પૂરને ત્રણ સદી અને 11 અર્ધ સદી ફટકારી છે. ટી-20માં તેણે 13 અર્ધ સદી ફટકારી છે. પૂરને વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટેસ્ટ મેચ ક્યારેય રમી નથી. તેણે વન ડે ક્રિકેટમાં બોલિંગ પણ કરી છે અને 6 વિકેટ પણ એના નામે છે.

સંન્યાસ કેમ લીધો?

નિકોલસ પૂરન આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી કેમ અલગ થયો, સંન્યાસ કેમ લીધો એ અંગે તેણે કોઇ કારણનો ખુલાસો નથી કર્યો. પરંતુ તેણે વિશ્વની ટી20 લીગ મેચમાં રમવા માટે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝના ઘણા ક્રિકેટર્સનો ઇતિહાસ આવો રહ્યો છે. બ્રાવો, રસેલ, ગિલ સહિતના દિગ્ગજ ક્રિકેટરો અગાઉ આવું કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: નિકોલસ પૂરને ફટકારેલો બોલ સીધો...

નિકોલસ પૂરન એક દિગ્ગજ ખેલાડી છે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતાં તેઓ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ તેણે જોરદાર દેખાવ કર્યો છે.

ક્રિકેટ ટ્રેન્ડિંગ ન્યૂઝ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ