આઈપીએલ 2025 : પ્રશંસકો હવે મોબાઇલ પર મફતમાં આઈપીએલ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ નહીં જોઇ શકે, જાણો કેમ

IPL 2025 : જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના મર્જર બાદ શુક્રવારે એક નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર લોન્ચ કરવામાં આવ્યું હતું. જિયો સિનેમાએ 2023 અને 2024માં પ્રશંસકોને ફ્રી માં મેચ બતાવી હતી

Written by Ashish Goyal
February 14, 2025 16:33 IST
આઈપીએલ 2025 : પ્રશંસકો હવે મોબાઇલ પર મફતમાં આઈપીએલ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ નહીં જોઇ શકે, જાણો કેમ
IPL : આઈપીએલ ટ્રોફી (તસવીર - આઈપીએલ ટ્વિટર)

IPL 2025: ક્રિકેટ પ્રશંસકો આઇપીએલ 2024 સિઝન સુધી આ લીગમાં રમાયેલી મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ફ્રી માં જોતા હતા, પરંતુ આઇપીએલ 2025માં આવું થશે નહીં. હવે વાયાકોમ 18 અને સ્ટાર ઇન્ડિયા મર્જ થઇ ગયા છે અને તે જિયો હોટસ્ટાર બની ગયું છે. હવે જિયો હોટસ્ટાર પર પ્રશંસકો ફ્રી માં આઇપીએલની મેચો માણી શકશે નહીં અને આ માટે તેમણે પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે.

જિયો હોટસ્ટાર લોન્ચ કરવામાં આવ્યું

જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના મર્જર બાદ શુક્રવારે એક નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર લોન્ચ કરવામાં આવ્યું હતું. રોયટર્સના રિપોર્ટ અનુસાર ચાહકો હવે આઇપીએલની મેચની થોડી મિનિટો જ સબસ્ક્રિપ્શન વિના જોઈ શકશે. ફ્રી મિનિટ્સ પૂરી થયા બાદ તેને સબ્સક્રિપ્શન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે અને તેનો પ્લાન 149 રૂપિયાથી શરૂ થશે. જિયો સિનેમાએ 2023માં આઈપીએલને લાઇવ સ્ટ્રીમ કરવાના અધિકાર પ્રાપ્ત કર્યા હતા અને તેના માટે 3 અબજ ડોલર ચૂકવ્યા હતા.

જિયો સિનેમાએ 2023 અને 2024માં પ્રશંસકોને ફ્રી માં મેચ બતાવી હતી

આ પછી જિયો સિનેમાએ 2023 અને 2024માં પ્રશંસકોને ફ્રી માં મેચ બતાવી હતી, પરંતુ આ સિઝનથી પ્રશંસકોને આખી મેચ જોવા માટે જે રીતના પૈસાની જરૂર છે તે મુજબ પૈસા ચૂકવવા પડશે. વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ આઇપીએલની સ્ટ્રીમિંગ ટર્મમાં ફેરફાર કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે મુકેશ અંબાણીની રિલાયન્સ અને વોલ્ડ ડિઝનીનું વિલય થયું.

આ પણ વાંચો – રજત પાટીદાર RCB નો આઠમો કેપ્ટન બન્યો, કોહલીએ પ્રશંસકોને કરી ખાસ અપીલ

એક સૂત્રએ રિટેલર્સને જણાવ્યું કે જ્યારે યુઝર્સ પ્લેટફોર્મ પર લગાવ વિકસિત કરી દે તો મફતમાં જોવાનું શરૂ કરે છે, વફાદાર બને છે. ત્યાર બાદ સબ્સ્ક્રિપ્શન શરૂ થશે. તેમણે વધુમાં સમજાવ્યું કે દરેક યુઝર્સનું સબ્સ્ક્રિપ્શન જુદા જુદા સમયે શરૂ થઈ શકે છે. એટલે કે દરેક વ્યક્તિ જરૂર મુજબ પેક લઈ શકે છે અને પછી મેચની મજા માણી શકે છે.

જિયો હોટસ્ટારમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન શું છે?

જિયો હોટસ્ટારનો સબ્સ્ક્રિપ્શન પ્લાન 149 રૂપિયાથી શરૂ થશે અને ત્રણ મહિના માટે 499 રૂપિયા ચૂકવવા પડશે. 149 રૂપિયાનો પ્લાન બેઝિક હશે, જેમાં તમે ફક્ત અમુક જ મેચ જોઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ