BAN vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025, બાંગ્લાદેશને હરાવી ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલમાં, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

Champions Trophy 2025, BAN vs NZ Score (ન્યૂઝીલેન્ડ વિ બાંગ્લાદેશ સ્કોર) : રચિન રવિન્દ્રના 105 બોલમાં 12 ફોર 1 સિક્સર સાથે 112 રન, ન્યૂઝીલેન્ડની જીત થતા પાકિસ્તાન પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયું

Written by Ashish Goyal
Updated : February 24, 2025 22:21 IST
BAN vs NZ  : ચેમ્પિયન્સ ટ્રોફી 2025, બાંગ્લાદેશને હરાવી ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલમાં, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Champions Trophy 2025, BAN vs NZ Match : ન્યૂઝીલેન્ડ વિ બાંગ્લાદેશ મેચ

Champions Trophy 2025, BAN vs NZ Match Cricket Score (ન્યૂઝીલેન્ડ વિ બાંગ્લાદેશ ક્રિકેટ સ્કોર) : માઇકલ બ્રેસવેલની શાનદાર બોલિંગ (4 વિકેટ)પછી રચિન રવિન્દ્રની સદી (112)ની મદદથી ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 9 વિકેટે 236 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.

ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાનને પણ ફટકો પડ્યો છે. પાકિસ્તાન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું છે. ન્યૂઝીલેન્ડ સિવાય ભારતે પણ સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ

-ગ્લેન ફિલિપ્સના અણનમ 21 અને બ્રેસવેલના અણનમ 11 રન.

-ટોમ લથામ 76 બોલમાં 3 ફોર સાથે 55 રને રન આઉટ થયો.

-રચિન રવિન્દ્ર 105 બોલમાં 12 ફોર 1 સિક્સર સાથે 112 રને રિસાદ હુસૈનની ઓવરમાં કેચ આઉટ થયો.

-રચિન રવિન્દ્રએ 95 બોલમાં 11 ફોર 1 સિક્સર સાથે સદી ફટકારી.

-રચિન રવિન્દ્રએ 50 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી.

-ડેવોન કોનવે 45 બોલમાં 6 ફોર સાથે 30 રન બનાવી મુશ્તફિઝુર રહેમાનની ઓવરમાં બોલ્ડ થયો.

-કેન વિલિયમ્સન 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી નાહિદ રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.

-વિલ યંગ 6 બોલમાં ખાતું ખોલાયા વિના તસ્કીન અહમદની ઓવરમાં બોલ્ડ થયો.

બાંગ્લાદેશ ઇનિંગ્સ

-ન્યૂઝીલેન્ડ તરફથી માઇકલ બ્રેસવેલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી.

-તસ્કીન અહેમદ 20 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી જેમિન્સનનો શિકાર બન્યો.

-જેકર અલી 55 બોલમાં 3 ફોર અને 1 સિક્સરની મદદથી 45 રને રન આઉટ થયો.

-રિશાદ હુસૈન 25 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 26 રને હેનરીનો શિકાર બન્યો.

-નઝમુલ હુસેન શાંતો 110 બોલમાં 7 ફોર સાથે 77 રન બનાવી વિલિયમ ઓરોર્કેની ઓવરમાં કેચ આઉટ થયો.

-મહમુદુલ્લાહ 14 બોલમાં 4 રન બનાવી બ્રેસવેલનો ચોથો શિકાર બન્યો.

-નઝમુલ હુસેન શાંતોએ 71 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી.

-મુશ્ફિકુર રહીમ 5 બોલમાં 2 રન બનાવી બ્રેસવેલની ઓવરમાં આઉટ.

-તોહિદ હ્રિદોય 24 બોલમાં 7 રન બનાવી બ્રેસવેલની ઓવરમાં કેચ આઉટ થયો.

-મહેંદી હસન મિરાઝ 14 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 13 રન બનાવી ઓરોર્કેની ઓવરમાં આઉટ થયો.

-તન્ઝીદ હસન 24 બોલમાં 1 ફોર 2 સિક્સર સાથે 24 રને બ્રેસવેલનો શિકાર બન્યો.

-ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ન્યૂઝીલેન્ડ : ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમ્સન, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલે જેમિન્સન, મેટ હેનરી, વિલિયમ ઓરોર્કે

બાંગ્લાદેશ : તન્ઝીદ હસન, નજમુલ હુસેન શાંતો (કેપ્ટન), તોહીદ હ્રિદોય, મુશ્ફિકુર રહીમ, મહેંદી હસન મિરાઝ, જેકર અલી, મહમુદુલ્લાહ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, નાહિદ રાણા, મુસ્તફિઝુર રહેમાન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ