ODI World Cup 2023: વન-ડે વર્લ્ડ કપ 2023માં ભાગ લેનારી 10 ટીમોના નામો સામે આવી ગયા છે. જેમાં યજમાન ભારત ઉપરાંત અન્ય નવ ટીમોમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. આમાંથી આઠ ટીમો આઈસીસી રેન્કિંગના આધારે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂકી હતી અને અન્ય બે ટીમો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ 2023ના મેચો દ્વારા ટોપ ટેનમાં પહોંચી છે.
શ્રીલંકા અને નેધરલેન્ડ એવી ટીમો છે જે ક્વોલિફાઈંગ મેચો થકી ટોપ-10માં પહોંચી હતી. ચાલો હવે તમને જણાવી દઈએ કે તમામ ટીમોના નામ જાહેર થયા પછી, ભારતીય ટીમ આ આઈસીસી ટૂર્નામેન્ટમાં ક્યારે અને કયા દિવસે અને ક્યાં મેચ રમશે.
ભારતીય ટીમ 9 લીગ મેચ રમશે
વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમને કુલ 9 લીગ મેચ રમવાની છે, જે 8 ઓક્ટોબરથી શરૂ થશે અને આ દિવસે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઇમાં થશે. આ પછી ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. ભારતીય ટીમ આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે અને ત્યાં રોહિત શર્માની આગેવાનીમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપમાં 7 ભારતીય લગાવી ચુક્યા છે 2 કે તેથી વધારે સદી, બધા રહ્યા છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન
ટીમ ઈન્ડિયા આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ચોથી લીગ મેચ 15 ઓક્ટોબરે પૂણેમાં રમશે જ્યાં તેમને બાંગ્લાદેશના પડકારનો સામનો કરવો પડશે. આ પછી ભારતીય ટીમ ધર્મશાલા જશે જ્યાં તે 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. 29 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા લખનઉમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
ભારતીય ક્રિકેટ ટીમને 2 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ટકરાશે. જેને ભારતે 2011ની ફાઇનલમાં આ મેદાન પર હરાવ્યું હતું અને એમએસ ધોનીની કેપ્ટનશિપમાં આ ભારતીય ટીમ બીજી વખત વન-ડે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ટીમ ઈન્ડિયા 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં રમશે, જ્યારે 11 નવેમ્બરે ભારતીય ટીમ પોતાની અંતિમ લીગ મેચ નેધરલેન્ડ્સ સામે બેંગલુરુમાં રમશે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમનો કાર્યક્રમ
8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નાઇ11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી15 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાલા29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ2 નવેમ્બર, ભારત વિ. શ્રીલંકા, મુંબઇ5 નવેમ્બર, ભારત વિ. દક્ષિણ આફ્રિકા, કોલકાતા11 નવેમ્બર, ભારત વિ. નેધરલેન્ડ્સ, બેંગલુરુ





