/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/ganguli-sahewag-virat-kohli.jpg)
World Cup 2023: વર્લ્ડ કપ 2023 જીત પર વિરેન્દ્ર સેહવાગ બાદ સૌરવ ગાંગુલીએ કરી મોટી વાત
વન ડે વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં 5 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે. આઇસીસી દ્વારા આ અંગે સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે. વર્લ્ડ કપ 2023 સંપૂર્ણ રીતે ભારતમાં જ રમાવાનો છે. જેને લઇને ભારતીય ફેન્સ ગેલમાં આવી ગયા છે. ભારતીય ટીમ ફરી એકવાર 2011 જેવો દમ બતાવે અને ફરી એકવાર ટ્રોફી પોતાને નામ કરે એવા સૂર વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી અને 2011 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે, જેવી રીતે વર્ષ 2011 વર્લ્ડ કપ સચિન તેંદુલકર માટે જીત્યો હતો એ રીતે વર્ષ 2023 વર્લ્ડ કપ વિરાટ કોહલી માટે જીતવો જોઇએ. જોકે વિરેન્દ્ર સેહવાગના આ નિવેદન માટે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.
વર્લ્ડ કપ 2023 જીત મામલે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પહેલી વાર… છેલ્લી વાર… આ બધામાં હું વિશ્વાસ નથી કરતો. મારો વિશ્વાસ પ્રદર્શનમાં છે.
સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા 34 - 35 વર્ષના છે. મને નથી લાગતું કે તેઓ 2023 પછીના વર્લ્ડ કપમાં રમે, પરંતુ અત્યારે અગાઉના જેવું નથી કે ચાર વર્ષે જ કોઇ વર્લ્ડ ટુર્નામેન્ટ આવે. હવે તો પ્રતિ વર્ષ વર્લ્ડ ટુર્નામેન્ટ હોય છે. મને લાગે છે કે, પ્રદર્શનની વાત કરવામાં આવે તો વિરાટ અને રોહિત શર્મા વર્લ્ડ કપ 2023 માં પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે.
ભારતીય પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે બંને દિગ્ગજ ખેલાડીઓ ટીમને ચેમ્પિયન બનાવવા માંગે છે અને આ સૌથી મોટી વાત છે. વર્ષ 2011 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ટીમનો હિસ્સો હતો જ્યારે રોહિત શર્મા ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો.
વર્લ્ડ કપ 2023 કાર્યક્રમ જાણો, એક ક્લિક પર
અહીં નોંધનિય છે કે, વર્ષ 2011 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. જેની ફાઇનલ મેચ મુંબઇમાં રમાઇ હતી અને જ્યાં શ્રીલંકાને હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. જીત બાદ ખેલાડીઓએ સચિન તેંદુલકરને ખભે બેસાડી જાણે જીત સચિનને અર્પણ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us