World Cup 2023 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી) બુધવારે 2023ના વનડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં કેટલાક ફેરફારની જાહેરાત કરી છે. જેમાં હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ છે, જે હવે એક દિવસ અગાઉ એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈસીસીએ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર આ ટૂર્નામેન્ટ માટે ટિકિટ વેચાણ અંગે પણ માહિતી આપી છે.
આઇસીસીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ટિકિટની અપેક્ષિત માંગને મેનેજ કરવા અને વધુને વધુ ચાહકોને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને જોવાની તક આપવા માટે ટિકિટનું વેચાણ તબક્કાવાર રીતે કરવામાં આવશે. ટિકિટનું વેચાણ 25 ઓગસ્ટથી શરૂ થશે. જોકે આ દિવસથી ભારતની મેચોની ટિકિટોનું વેચાણ શરૂ થશે નહીં. ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં રમાનારી ભારતની વોર્મઅપ મેચોની ટિકિટો 30 ઓગસ્ટથી ઉપલબ્ધ થશે.
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો ક્યારે મળશે?
લીગ સ્ટેજમાં ભારતની ઓસ્ટ્રેલિયા (ચેન્નાઈ, 9 ઓક્ટોબર), અફઘાનિસ્તાન (દિલ્હી, 11 ઓક્ટોબર) અને બાંગ્લાદેશ (પૂણે, 19 ઓક્ટોબર) સામેની મેચોની ટિકિટો આગલા દિવસથી થશે. 1 સપ્ટેમ્બરથી ન્યૂઝીલેન્ડ (ધર્મશાલા, 22 ઓક્ટોબર), ઇંગ્લેન્ડ (લખનઉ, 29 ઓક્ટોબર) અને શ્રીલંકા (મુંબઇ, 2 નવેમ્બર) સામે રમાનારી ભારતની મેચોની ટિકિટનું વેચાણ થશે. લીગ સ્ટેજમાં ભારતની આખરી બે મેચ સાઉથ આફ્રિકા (કોલકાતા, 5 નવેમ્બર) અને નેધરલેન્ડ (બેંગલુરું, 12 નવેમ્બર) સામે રમાશે, જેમની ટિકિટોનું વેચાણ 2 સપ્ટેમ્બરથી થશે. ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટોનું વેચાણ 3 સપ્ટેમ્બરથી કરવામાં આવશે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : હવે 14 ઓક્ટોબરે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ, અન્ય 8 મુકાબલાની તારીખો પણ બદલાઇ
15 સપ્ટેમ્બરથી સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે ટિકિટનું વેચાણ
સેમિ ફાઈનલ અને ફાઈનલની ટિકિટનું વેચાણ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે વર્લ્ડ કપ 2019ના ફાઇનલલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેની મેચથી થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1 લાખથી વધુ છે. આ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ ઉપરાંત ફાઇનલ મુકાબલો પણ રમાશે.
વન ડે વર્લ્ડ કપમાં ભારતની મેચો
8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી14 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ2 નવેમ્બર, ભારત વિ. શ્રીલંકા, મુંબઈ5 નવેમ્બર, ભારત વિ. સાઉથ આફ્રિકા, કોલકાત્તા12 નવેમ્બર, ભારત વિ. નેધરલેન્ડ, બેંગ્લુરુ