/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/waqar-younis.jpg)
પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસ (તસવીર - વકાર યુનિસ ટ્વિટર)
World Cup 2023 : પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં માત્ર એક જ વખત ચેમ્પિયન બની છે. 1992માં પાકિસ્તાનની ટીમે ઇમરાન ખાનની કેપ્ટનશિપમાં પ્રથમ વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને તે પછી ટીમ છેલ્લા 31 વર્ષથી બીજી વખત વન-ડે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું જોઇ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસનું માનવું છે કે આ વખતે આ ટીમની ઇચ્છા પૂરી નહીં થાય. જોકે ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે એશિયાઈ પરિસ્થિતિઓને જોતા પાકિસ્તાનની ટીમ કંઈક મોટું કરી શકે છે, પરંતુ વકાર યુનુસનું માનવું છે કે પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી શકશે નહીં.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા વકાર યુનુસે જણાવ્યું કે વન-ડે વર્લ્ડ કપ 2023માં કઇ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. વકાર યુનુસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થઇ શકે છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધું નથી. વકાર યુનુસ આ વખતે વન-ડે વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે અને આ વખતે કોમેન્ટ્રી પેનલમાં પાકિસ્તાનના રમીઝ રાજા પણ સામેલ છે. આ વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમશે, જ્યારે તે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે ટકરાશે.
આ પણ વાંચો - વર્લ્ડ કપ 2023 : રોહિત શર્મા રચશે ઇતિહાસ, બસ જરૂર છે માત્ર બે ઇનિંગ્સ અને 22 રનની, જાણો રેકોર્ડ
પાકિસ્તાનની ટીમ છેલ્લે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ 2011માં રમી હતી અને આ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપની 12મી સિઝનમાં પાકિસ્તાનની ટીમ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. બાબર આઝમ અગાઉની નિષ્ફળતાને ભૂલીને આ વખતે આગળ વધવાનો પ્રયાસ કરશે.
પાકિસ્તાનની ટીમમાં ઘણા શાનદાર ખેલાડીઓ છે, જેમાં ખુદ કેપ્ટન બાબર આઝમનો પણ સમાવેશ થાય છે. રિઝવાન, શાહીન આફ્રિદી જેવા ખેલાડીઓ છે જે મેચ બદલવાની તાકાત ધરાવે છે. ભારતની જેમ પાકિસ્તાન માટે પણ સારી બાબત એ છે કે તેઓ આવી પરિસ્થિતિમાં રમવા ટેવાયેલા છે જેનો તેમને ફાયદો થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us