ODI World Cup 2023 : વન-ડે વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ લીક! જાણો ક્યારે રમાશે ભારતની મેચો

ODI World Cup schedule 2023 : ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાનારી મેચથી વન-ડે વર્લ્ડકપનો પ્રારંભ થશે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મુકાબલો

Written by Ashish Goyal
June 12, 2023 15:57 IST
ODI World Cup 2023 : વન-ડે વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ લીક! જાણો ક્યારે રમાશે ભારતની મેચો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મુકાબલો થશે (તસવીર - ટ્વિટર)

ODI World Cup schedule 2023 : આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023નો પ્રસ્તાવિત કાર્યક્રમ લીક થઈ ગયો છે. ઇએસપીએનક્રિકઇન્ફોના એક અહેવાલ મુજબ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વન-ડે વર્લ્ડ કપમાં 15 ઓક્ટોબરે બ્લોકબસ્ટર ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન મેચની યજમાની કરવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાનારી મેચથી વન-ડે વર્લ્ડકપનો પ્રારંભ થશે.

વર્ષ 2019માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને-સામને ટકરાઇ હતી. ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ દિવસ બાદ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તૈયાર કરવામાં આવેલા 2023ના વન-ડે વર્લ્ડ કપના પ્રારંભિક ડ્રાફ્ટ શેડ્યૂલમાં આ કેટલીક મહત્વની મેચો છે.

બીસીસીઆઈએ આ ડ્રાફ્ટ શેડ્યૂલને આઈસીસી સાથે શેર કરી દીધું છે. આઇસીસીએ ડ્રાફ્ટ શેડ્યૂલ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા દેશોને ફિડબેક માટે મોકલ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અંતિમ શેડ્યૂલ આવતા અઠવાડિયાની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ શેડ્યૂલમાં કયા મેદાન પર સેમિ ફાઈનલ રમાશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો – World Cup પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, જસપ્રીત બુમરાહ અંગે દિનેશ કાર્તિકે આપ્યો સંકેત

આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિ ફાઈનલ 15મી નવેમ્બરે અને બીજી સેમિ ફાઈનલ 16મી નવેમ્બરે રમાય તેવી શક્યતા છે. ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ પણ રમાવાની છે. ડ્રાફ્ટ શેડ્યૂલ અનુસાર ભારતીય ટીમને તેની લીગ મેચો નવ સ્થળોએ રમવાની છે.

વનડે વર્લ્ડ કપ 2023 માં ભારતીય ક્રિકેટ ટીમનો પ્રસ્તાવિત કાર્યક્રમ

08 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ચેન્નઇ11 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, દિલ્હી15 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, ધરમશાળા29 ઓક્ટોબર, ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લખનઉ02 નવેમ્બર, ભારત વિરુદ્ધ ક્લોલિફાયર, મુંબઇ05 નવેમ્બર, ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કોલકાતા11 નવેમ્બર, ભારત વિરુદ્ધ ક્વોલિફાયર, બેંગલુરુ

પાકિસ્તાનની ટીમ 5 મેદાન પર રમશે 9 મેચ

લીગ સ્ટેજ દરમિયાન પાકિસ્તાન પાંચ સ્થળ મેચો પર રમવાનું છે. અમદાવાદમાં રમાનારી ભારત સામેની મેચ ઉપરાંત પાકિસ્તાન 6 અને 12મી ઓક્ટોબરે હૈદરાબાદમાં બે ક્વોલિફાયર ટીમો સામે મેચ રમશે. તે પછી બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા (20 ઓક્ટોબર), અફઘાનિસ્તાન (23 ઓક્ટોબર) સામે, ચેન્નઇમાં દક્ષિણ આફ્રિકા (27 ઓક્ટોબર) સામે રમશે. કોલકાતામાં બાંગ્લાદેશ (31 ઓક્ટોબર) સામે, બેંગલુરમાં ન્યૂઝીલેન્ડ સામે (5 નવેમ્બર) અને કોલકાતામાં ઇંગ્લેન્ડ (12 નવેમ્બર) સામે મેચ રમશે.

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ પ્રસ્તાવિત કાર્યક્રમમાં લીગ સ્ટેજની આખરી મેચ છે. અન્ય મોટી મેચોમાં 29 ઓક્ટોબરે ધરમશાળામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 4 નવેમ્બરે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ અને 1 નવેમ્બરના રોજ પૂણેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ