IPL ઓરેન્જ કેપ 2024 : ઓરેન્જ કેપ વિરાટ કોહલીના નામે, ગાયકવાડ બીજા સ્થાને રહ્યો

Orange Cap 2024 List: વિરાટ કોહલી આઈપીએલ 2024ની સિઝનમાં 15 મેચમાં 741 રન બનાવી સર્વાધિક રન બનાવવામાં મોખરે રહ્યો છે. જાણો ઓરેન્જ કેપ 2024 ફુલ લિસ્ટ

Written by Haresh Suthar
Updated : May 26, 2024 21:50 IST
IPL ઓરેન્જ કેપ 2024 : ઓરેન્જ કેપ વિરાટ કોહલીના નામે, ગાયકવાડ બીજા સ્થાને રહ્યો
Orange Cap Virat Kohli: આઈુપીએલ 2024 સિઝન ઓરેન્જ કેપ લિસ્ટમાં વિરાટ કોહલી મોખરે છે. (ફોટો ક્રેડિટ - વિરાટ કોહલી સોશિયલ મીડિયા)

Orange Cap IPL 2024: આઈપીએલ 2024ની સિઝનમાં ઓરેન્જ કેપ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વિરાટ કોહલીએ જીતી લીધી છે. વિરાટ કોહલીઆ સિઝનમાં 15 મેચમાં 741 રન બનાવી સર્વાધિક રન બનાવવામાં મોખરે છે. સૌથી વધારે રન બનાવવાના મામલે ચેન્નાઇ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ બાદ બીજા નંબરે છે. રાજસ્થાન રોયલ્સનો રિયાન પરાગ ત્રીજા સ્થાને છે.

ઓરેન્જ કેપ લિસ્ટમાં મોખરે રહેલા ખેલાડીની વાત કરીએ તો વિરાટ કોહલી એ આ સિઝનમાં 15 મેચમાં કુલ 741 રન બનાવ્યા છે. વિરાટે એક સદી અને 5 અડધી સદી ફટકારી છે. ઋતુરાજ ગાયકવાડે 14 મેચમાં 583 રન બનાવ્યા છે. વિરાટ કોહલી બીજી વખત ઓરેન્જ કેપ જીતવા સફળ રહ્યો છે. આ પહેલા 2016માં 973 રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી.

IPL 2024 ઓરેન્જ કેપ – સૌથી વધુ રન કોણે બનાવ્યા, જુઓ યાદી

ક્રમખેલાડીમેચરનહાઈએસ્ટસ્ટ્રાઇક રેટ100/504s/6s
1વિરાટ કોહલી (RCB)15741113154.691/562/38
2ઋતુરાજ ગાયકવાડ (CSK) 14583108*141.161/458/18
3રિયાન પરાગ (RR)1657384*149.210/440/33
4ટ્રેવિસ હેડ (SRH)15567102191.551/464/32
5સંજુ સેમસન (RR)1653186153.460/548/24

આ પણ વાંચો: IPL 2024 પોઇન્ટ ટેબલ અપટેડ

સનરાઇઝર્સ હૈદરાબાદનો ટ્રેવિસ હેડ ચોથા સ્થાને રહ્યો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સનો સંજુ સેમસન 531 રન સાથે પાંચમાં સ્થાને રહ્યો હતો.

ઓરેન્જ કેપ IPL 2023 – શુભમન ગિલ

આઈપીએલ 2023 સિઝનમાં ઓરેન્જ કેપ શુભમન ગિલ પાસે હતી. ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સ તરફથી આઈપીએલ લીગ રમી રહ્યો છે. ગિલે આઈપીએલ 2023 સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 17 મેચમાં 157.80 સ્ટ્રાઇક રેટથી 890 રન બનાવ્યા હતા. ગત સિઝનમાં તેનો હાઇએસ્ટ સ્કોર 129 રન હતો. ગિલે 3 સદી અને 4 અર્ધ સદી ફટકારી હતી. સિઝન દરમિયાન તેણે 85 ચોગ્ગા અને 33 છગ્ગા ફટકાર્યા હતા.

IPL 2023 ઓરેન્જ કેપ વિનર – શુભમન ગિલકુલ રન : 890 | ટીમ – ગુજરાત ટાઇટન્સ

IPL 2022 ઓરેન્જ કેપ વિનર – જોસ બટલરકુલ રન : 863 | ટીમ – રાજસ્થાન રોયલ્સ

IPL 2021 ઓરેન્જ કેપ વિનર – ઋતુરાજ ગાયકવાડકુલ રન : 635 | ટીમ – ચેન્નઈ સુપર કિંગ્સ

IPL 2020 ઓરેન્જ કેપ વિનર – કેએલ રાહુલકુલ રન : 670 | ટીમ – પંજાબ કિંગ્સ

IPL 2019 ઓરેન્જ કેપ વિનર – ડેવિડ વોર્નરકુલ રન : 692 | ટીમ – સનરાઇઝર્સ હૈદરાબાદ

IPL 2018 ઓરેન્જ કેપ વિનર – કેન વિલિયમસન્સકુલ રન : 735 | ટીમ – સનરાઇઝર્સ હૈદરાબાદ

IPL 2017 ઓરેન્જ કેપ વિનર – ડેવિડ વોર્નરકુલ રન : 641 | ટીમ – સનરાઇઝર્સ હૈદરાબાદ

IPL 2016 ઓરેન્જ કેપ વિનર – વિરાટ કોહલીકુલ રન : 973 | ટીમ – રોયલ ચેલેન્જર્સ બેંગલોર

IPL 2015 ઓરેન્જ કેપ વિનર – ડેવિડ વોર્નરકુલ રન : 562 | ટીમ – સનરાઇઝર્સ હૈદરાબાદ

IPL 2014 ઓરેન્જ કેપ વિનર – રોબિન ઉથપ્પાકુલ રન : 660 | ટીમ – કોલકાતા નાઈટ રાઇડર્સ

IPL 2013 ઓરેન્જ કેપ વિનર – માઇકલ હસ્સીકુલ રન : 773 | ટીમ – ચેન્નઈ સુપર કિંગ્સ

IPL 2012 ઓરેન્જ કેપ વિનર – ક્રિસ ગેલકુલ રન : 773 | ટીમ – રોયલ ચેલેન્જર્સ બેંગલોર

IPL 2011 ઓરેન્જ કેપ વિનર – ક્રિસ ગેલકુલ રન : 608 | ટીમ – રોયલ ચેલેન્જર્સ બેંગલોર

IPL 2010 ઓરેન્જ કેપ વિનર – સચિન તેંદુલકરકુલ રન : 618 | ટીમ – મુંબઇ ઇન્ડિયન્સ

IPL 2009 ઓરેન્જ કેપ વિનર – મેથ્યૂ હેડનકુલ રન : 572 | ટીમ – ચેન્નઈ સુપર કિંગ્સ

IPL 2008 ઓરેન્જ કેપ વિનર – શૌન માર્શકુલ રન : 616 | ટીમ – પંજાબ કિંગ્સ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ