World Cup 2023 | PAK Semi final chance : ODI ક્રિકેટમાં 400 રન બનાવનારી ટીમનો વિજય લગભગ નિશ્ચિત હોય છે. વર્લ્ડકપ 2023 ની 35 મી મેચમાં જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 401 રન બનાવ્યા ત્યારે દરેક લોકો વિચારી રહ્યા હતા કે, પાકિસ્તાન સહિત 4 ટીમોનો ગરબો હવે ઘર ભેગો જ છે. પરંતુ બેંગલુરુમાં વરસાદના કારણે ન્યૂઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનના પ્લેયર ફખર ઝમાને 81 બોલમાં 8 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 126 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ જો મેચ સંપૂર્ણ રીતે રમાઈ હોત તો મેચનું પરિણામ કંઈ પણ આવી શક્યું હોત. જોકે હવે તે ન્યૂઝીલેન્ડ માટે દુર્ભાગ્ય કહેવાશે કે, વરસાદને કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને તેને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ન્યુઝીલેન્ડ સાથે આવું પહેલીવાર નથી બન્યું
ન્યુઝીલેન્ડ સાથે આવું પહેલીવાર નથી બન્યું. વર્લ્ડ કપ 2019 ની ફાઈનલ યાદ કરો. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ટાઈ રહી હતી. આ પછી સુપર ઓવરમાં પણ મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ઈંગ્લેન્ડ બાઉન્ડ્રીના આધારે તે વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. કિવી ટીમ છેલ્લા 2 વખતથી ફાઈનલ રમી રહી છે. આ વખતે પણ તેણે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ સતત 4 મેચ હાર્યા બાદ તે હવે મુશ્કેલીમાં છે.
સેમિફાઇનલમાં ભારત-દક્ષિણ આફ્રિકા
ન્યુઝીલેન્ડની હારથી સેમીફાઈનલની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. ભારત પહેલા જ સેમીફાઈનલમાં પહોંચી ગયું હતું. હવે દક્ષિણ આફ્રિકાએ પોતાની જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આ સ્થાનો માટે મુકાબલો છે. શ્રીલંકા, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
પાકિસ્તાન સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે?
પાકિસ્તાનના 7 મેચમાં 8 પોઈન્ટ છે અને તેની સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ હવે યથાવત છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવવાની જરૂર છે. આ પછી આપણે આશા રાખવી જોઈએ કે, શ્રીલંકા ન્યુઝીલેન્ડને હરાવશે. આ સાથે કિવી ટીમ માત્ર 8 પોઈન્ટ સાથે રહી જશે.
જો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંને તેમની બાકીની મેચો જીતે તો બંનેના 10-10 પોઈન્ટ હશે. સારી રન રેટ ધરાવતી ટીમ આગળ વધશે. પાકિસ્તાન માટે કોઈપણ કિંમતે ઈંગ્લેન્ડ સામે મોટી જીત જરૂરી છે. ન્યુઝીલેન્ડનો રન રેટ ઘણો સારો છે.
આ પણ વાંચો – PAK vs NZ Score: પાકિસ્તાને ન્યુઝીલેન્ડને DLS પદ્ધતીથી હારાવ્યું, સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં
જો ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે હારે છે, તો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના માત્ર 8 પોઈન્ટ બચશે. પાકિસ્તાનની ટીમ પાસે 10 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થવાની તક હશે.
અફઘાનિસ્તાનને હરાવવા માટે પાકિસ્તાનને દક્ષિણ આફ્રિકાની ટીમની જરૂર છે. પાકિસ્તાન માટે સરળ ગણિત એ છે કે, જો કોઈપણ ટીમ 10 પોઈન્ટથી આગળ વધે છે, તો તેની સફર ખતમ થઈ જશે.





