Champions Trophy 2025, PAK vs BAN Match (પાકિસ્તાન વિ બાંગ્લાદેશ સ્કોર) : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઇ છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો અને મેચ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રાવલપિંડીમાં આ બીજી મેચ વરસાદના કારણે રદ થઇ છે. આ પહેલા દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રદ થઇ હતી.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ બન્ને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ ગઇ છે. પાકિસ્તાન 3 મેચમાં 2 પરાજય અને એક રદ સાથે ચોથા ક્રમાંકે રહ્યું છે. બીજી તરફ બાંગ્લાદેશ 3 મેચમાં 2 પરાજય અને એક રદ સાથે ત્રીજા સ્થાને રહ્યું છે. બાંગ્લાદેશ રનરેટના આધારે આગળ રહ્યું છે. ગ્રુપ-એ માંથી ભારત અને ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ગ્રુપ બી માં સેમિ ફાઇનલની રેસ રસપ્રદ બની
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બુધવારે (26 ફેબ્રુઆરી) અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળી ગ્રુપ B માં સેમિફાઇનલ માટેની દોડ રોમાંચક બનાવી દીધી છે. ઓસ્ટ્રેલિયા પછી અફઘાનિસ્તાન સામે હારીને ઈંગ્લેન્ડ સેમિ ફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું છે. આ પછી ગ્રુપ બી માં સેમિ ફાઇનલની રેસ ત્રિકોણીય બની ગઇ છે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ-બી માં આવું છે સેમિ ફાઇનલનું ગણિત
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત અફઘાનિસ્તાનની ટીમ પણ રેસમાં છે. ગ્રુપ બી માં 28 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. જ્યારે 1 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. બંને મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ગ્રુપ A માંથી ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ચાલો ગ્રુપ B ના સેમિફાઇનલનું ગણિત સમજીએ.





