PAK vs BAN Test: પાકિસ્તાન વિ બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં આજે પ્રથમ ટેસ્ટ મેચ છે. રાવલપિંડી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાનાર આ મેચ ભીના આઉટફિલ્ડને લીધે રોકાઇ હતી. જોકે બપોર બાદ ટોસ થતાં મેચ શરુ થઇ છે. ટોસ જીતી બાંગ્લાદેશે પાકિસ્તાનને બેટીંગ આપી છે. પાકિસ્તાનની શરુઆત સારી રહી નથી. પાકિસ્તાને બાબર આઝમ સહિત ચાર વિકેટ ગુમાવી છે. પ્રથમ દિવસના અંતે પાકિસ્તાને 4 વિકેટે 158 રન બનાવી લીધા છે. અહીં નોંધનિય છે કે, ટેસ્ટ મેચની સિરીઝમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનું પલડું ભારે રહ્યું છે. અત્યાર સુધી 12 મેચ રમાઇ છે જેમાં 11 મેચ પાકિસ્તાન જીત્યું છે અને એક મેચ ડ્રો રહી છે. બાંગ્લાદેશ એક પણ મેચ જીતી શક્યું નથી.
પાકિસ્તાન વિ બાંગ્લાદેશ 1લી ટેસ્ટ મેચ વરસાદી માહોલને લીધે બપોર બાદ શરુ થઇ શકી છે. બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે અને પાકિસ્તાનને બેટીંગ આપી છે. પાકિસ્તાન ટીમની શરુઆત નબળી રહી અને ચોથી ઓવરમાં જ પાકિસ્તાને એ શફીકની વિકેટ ગુમાવી હતી. અબ્દુલ્લા શફીક હસન મહમુદની બોલિંગમાં ઝાકિર હસના હાથમાં કેચ પકડાયો હતો. એ શફીક 14 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો હતો.
સાતમી ઓવરમાં પાકિસ્તાનને બીજો ઝટકો મળ્યો હતો. શોરીફુલ ઇસ્લામની બોલિંગમાં લિટન દાસે શાન મસૂદનો કેચ પકડ્યો હતો. શાન મસૂદ 11 બોલમાં માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. 2 ઓવર બાદ નવમી ઓવરમાં પાકિસ્તાનને ત્રીજો ઝટકો મળ્યો હતો. શોરીફુલ ઇસ્લામની બોલિંગમાં બાબર આઝમ શૂન્ય રને આઉટ થયો હતો. લિટન દાસે બાબર આઝમનો કેચ પકડ્યો હતો.
પાકિસ્તાન જીતનો ઇતિહાસ યથાવત રાખવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઉતર્યું છે જ્યારે બાંગ્લાદેશ જીતનું ખાતું ખોલાવવા માટે રમશે. પરંતુ પાકિસ્તાન ટીમ કાયમ માટે બાંગ્લાદેશ પર હાવી રહી છે. હવે જોવાનું એ છે કે 2 ટેસ્ટ મેચની આ સિરીઝમાં બાંગ્લાદેશ કોઇ જાદુ કરી શકે છે કે કેમ?
પાકિસ્તાન ટેસ્ટ ટીમ
અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, મહમ્મદ હુરૈરા, સઈમ આયુબ, સાઉડ શકીલ, શાન મસૂદ, આમેર જમાલ, સલમાન અલી અઘા, કામરાન ગુલામ, મોહમ્મદ રિઝવાન, સરફરાઝ અહમદ, અબરાર અહમદ, ખુરમ શહજાહ, મીર હમઝા, મોહમ્મદ અલી, નસીમ શાહ, શાહીન આફ્રીદી
બાંગ્લાદેશ ટેસ્ટ ટીમ
મહમૂદુલ હસન જોય, મોમિનુલ હક, નજમુલ હુસેન શાંતો, શાદમાન ઇસ્લામ, મેહિદી હસન મિરાઝ, નયીમ હસન, શાકિબ અલ હસન, લિટન દાસ, મુશફિકુર રહીમ, ઝાકિર હસન, હસન મહમુદ, ખાલેદ અહમદ, નહીદ રાણા, શોરીફુલ ઇસ્લામ, તૈજુલ ઇસ્લામ અને તાસ્કિન અહમદ





