PAK vs ENG 1st Test : બેન સ્ટોક્સની આગેવાનીવાળી ઇંગ્લેન્ડે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇતિહાસ રચી દીધો છે. ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 500 કે તેનાથી વધારે રન ફટકારનાર પ્રથમ ટીમ બની ગઇ છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે 75 ઓવરમાં 4 વિકેટે 506 રન બનાવી લીધા છે.હૈરી બ્રુક 101 અને બેન સ્ટોક્સ 34 રને રમતમાં છે.ઓસ્ટ્રેલિયાએ 9 ડિસેમ્બર 1910ના રોજ સિડનીમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 99 ઓવરમાં 6 વિકેટે 494 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે આ રેકોર્ડ તોડ્યો છે.
233 રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી
ઇંગ્લેન્ડના ક્રોલીએ 86 બોલમાં પાકિસ્તાનની ધરતી પર પ્રથમ સદી ફટકારી હતી. જેના કારણે તે ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ઝડપી સદી ફટકારનાર ઓપનર બેટ્સમેન બની ગયો છે. ક્રોલી સિવાય ડકેટે પણ સદી ફટકારી હતી. બન્ને વચ્ચે રેકોર્ડ 214 બોલનાં 223 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાઇ હતી. ડકેટ અને ક્રોલીની જોડીએ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચના ઇતિહાસની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નિભાવી હતી.
આ પણ વાંચો – મહિલા આઈપીએલની ટીમો માટે લાગશે બોલી, 400 કરોડ હોઇ શકે છે ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઇઝ
પ્રથમ દિવસે ચાર બેટ્સમેનોએ સદી ફટકારી
ઓપનર બેટ્સમેન જૈક ક્રોલી, બેન ડકેટ, હૈરી બ્રુક અને ઓલી પોપે પણ સદી ફટકારી હતી. ક્રોલીએ 122, પોપે 108, બેન ડકેટે 107 અને હૈરી બ્રુક અણનમ 101 રન બનાવ્યા છે. મેચના પ્રથમ દિવસે ચાર સદી ફટકારી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. જેમાં ત્રણ ખેલાડીઓએ 100થી વધારે સ્ટ્રાઇટ રેટથી પોતાની સદી ફટકારી હતી.
પ્રતિ ઓવર 6 રનથી વધારે રન બન્યા
આ મેચમાં પ્રતિ ઓવર 6 રનથી વધારે રન બન્યા છે. પ્રથમ વિકેટ માટે ઓપનિંગ જોડીએ 6.53ની એવરેજથી 233 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા જો બર્ન્સ અને ડેવિડ વોર્નરે ન્યૂઝીલેન્ડ સામે 2015માં પ્રતિ ઓવર 6.29ની એવરેજની રન બનાવ્યા હતા.