/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/ind-vs-pak.jpg)
વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે (ફાઇલ ફોટો)
Sandeep Dwivedi : પાકિસ્તાનના સ્પોર્ટ્સ મિનિસ્ટર એહસાન મઝારીએ કહ્યું છે કે જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમનો દેશ 2023ના વર્લ્ડ કપમાં રમવા જશે નહીં. જોકે હજુ સુધી એશિયા કપનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)માં સર્વસંમતિ છે કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાશે. ભારત પોતાની તમામ મેચો શ્રીલંકામાં રમશે. પાકિસ્તાનમાં 4 મેચ રમાશે. એસીસીએ આ વિશે માહિતી આપી છે. જોકે મઝારીએ કહ્યું હતું કે તેઓ હાઇબ્રિડ મોડેલની તરફેણમાં નથી.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મઝારીએ કહ્યું કે મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) મારા મંત્રાલય હેઠળ આવે છે. જો ભારત એશિયા કપની મેચો તટસ્થ સ્થળે રમવા માગતું હોય તો અમે પણ ભારતમાં રમીશું નહીં. આ નિવેદન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ દ્વારા ભારતમાં આયોજિત ઓક્ટોબર-નવેમ્બર વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ભાગ લેવાના મુદ્દાની તપાસ માટે એક હાઇ-પ્રોફાઇલ સમિતિની રચના કર્યાના એક દિવસ પછી સામે આવ્યું છે.
એશિયા કપનું હાઇબ્રિડ મોડલ જોઈતું નથી
આ સમિતિ વિશેની વિગતો શેર કરતા મઝારીએ કહ્યું હતું કે આ સમિતિની અધ્યક્ષતા વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી કરશે અને હું તે 11 મંત્રીઓમાં સામેલ છું જે તેનો ભાગ છે. અમે આ મુદ્દે ચર્ચા કરીશું અને અમારી ભલામણો વડા પ્રધાનને આપીશું, જેઓ પીસીબીના સંરક્ષક પણ છે. પીએમ અંતિમ નિર્ણય લેશે. એશિયા કપના હાઇબ્રિડ મોડલ વિશે વાત કરતા મઝારીએ કહ્યું કે પાકિસ્તાન યજમાન છે, તેમને પાકિસ્તાનમાં તમામ મેચોની યજમાની કરવાનો અધિકાર છે. ક્રિકેટ પ્રેમીઓની પણ આવી જ ઇચ્છા છે અને હું હાઇબ્રિડ મોડલ ઇચ્છતો નથી.
આ પણ વાંચો - વન-ડે વર્લ્ડકપ 2023માં શ્રીલંકા અને નેધરલેન્ડ્સ ક્વોલિફાય, ટૂર્નામેન્ટ માટે ફાઇનલ થઇ ગઇ 10 ટીમો
ભારત સરકાર તેની ક્રિકેટ ટીમને અહીં કેમ મોકલવા માંગતી નથી?
મઝારીએ કહ્યું કે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ભારત દ્વારા મનાઇ કરવી તેમને પરેશાન કરી રહ્યું છે. ભારત સ્પોર્ટ્સને રાજનીતિમાં લાવે છે. મને સમજાતું નથી કે ભારત સરકાર શા માટે તેની ક્રિકેટ ટીમને અહીં મોકલવા માંગતી નથી? થોડા સમય પહેલા ભારત તરફથી બેઝબોલની એક મોટી ટીમ ઇસ્લામાબાદ રમવા આવી હતી. બ્રિજની ટીમે પણ પાકિસ્તાન યાત્રા કરી હતી. લગભગ 60થી વધુ લોકો હતા અને હું આ કાર્યક્રમનો મુખ્ય મહેમાન હતો. તેઓ અહીંથી જીત્યા હતા. પાકિસ્તાનની ફૂટબોલ, હોકી અને ચેસ ટીમો પણ ભારતનો પ્રવાસ કરે છે.
સુરક્ષા એક બહાનું છે
પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરોની સુરક્ષાની ચિંતાઓ વિશે પૂછવામાં આવતા મઝારીએ કહ્યું કે આ કોઈ યોગ્ય દલીલ નથી. ન્યૂઝીલેન્ડની ટીમ અહીં હતી. આ પહેલા ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં હતી. તેમને રાષ્ટ્રપતિ સુરક્ષા મળેલી છે. આ પહેલા ભારતીય ટીમનું અહીં પ્રશંસકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સુરક્ષા એક બહાનું છે. અમે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)નું પણ આયોજન કર્યું હતું, જેમાં ઘણા બધા વિદેશી ખેલાડીઓ હતા.
આઈસીસી પહેલા આપી ચૂક્યું છે નિવેદન
મઝારીએ બંને દેશો વચ્ચે ક્રિકેટ પ્રવાસો ફરી શરૂ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તે ટીવી પર સૌથી વધુ જોવાતી ક્રિકેટ મેચોમાંની એક છે. અમે ઇચ્છીએ છીએ કે સ્પર્ધાત્મક ક્રિકેટ રમાય. અમે ભારત તરફથી સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખીએ છીએ. આઇસીસીએ તાજેતરમાં જ પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ માટે વિનંતી કરી હતી. આઈસીસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ટૂર્નામેન્ટ માટે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમને આશા છે કે ટીમ ભારત આવશે અને તેનાથી વિપરીત કોઈ સંકેત નથી. તમામ સભ્યોએ તેમના દેશના નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડશે અને અમે તેનું સન્માન કરીએ છીએ, પરંતુ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે ભારત આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us