Paris Paralympics 2024 Full Schedule: પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે 28 ઓગસ્ટથી પેરિસ પેરાલિમ્પિક 2024ની શરૂઆત થશે. 8 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સમાં 84 ખેલાડીઓની ભારતીય પેરાલિમ્પિક ટુકડી શુક્રવારે રવાના થઈ હતી. આ વખતે ભારતીય ખેલાડીઓ 12 ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે.
પેરાલિમ્પિક્સમાં ભારતની અત્યાર સુધીની આ સૌથી મોટી ટુકડી છે. ભાગ્યશ્રી જાધવ અને સુમિત અંતિલ ભારતના ધ્વજવાહક હશે. અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વધુમાં વધુ 19 મેડલ જીત્યા હતા.
ભારતના પેરા-એથ્લેટ્સ પાસેથી પણ ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે, જેઓ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પોતાના સર્વશ્રેષ્ઠ મેડલ જીતીને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે. ભારતે પેરિસ 2024 પેરાલિમ્પિક્સ માટે તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલી છે, જેમાં 32 મહિલાઓ સહિત 84 એથ્લેટ્સનો સમાવેશ થાય છે. આ ટીમ પેરા-સાઇકલિંગ, પેરા-રોઇંગ અને બ્લાઇન્ડ જુડો સહિત 12 રમતોમાં ભાગ લેશે.
પેરાલિમ્પિક્સમાં ભારતનું ડેબ્યૂ
પેરાલિમ્પિક્સમાં ભારતની સફર 1976 અને 1980ની આવૃત્તિ સિવાય 1968ની ગેમ્સથી શરૂ થઈ હતી. ભારતે 1968માં તેલ અવીવ, ઇઝરાયેલમાં પેરાલિમ્પિક્સમાં પ્રથમ વખત ભાગ લીધો હતો. કુલ 10 એથ્લેટ્સને ભારતીય ટુકડીના ભાગ રૂપે ગેમ્સમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં આઠ પુરૂષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ભારતે કોઈપણ મેડલ જીત્યો ન હતો.
પેરાલિમ્પિક રમતોનું લાઇવ પ્રસારણ સ્પોર્ટ્સ 18 ચેનલો પર થશે. આ ગેમ્સને જિયો સિનેમા પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
આ પણ વાંચો – રોહિત શર્મા, વિરાટ કોહલી, સ્મૃતિ મંધાના સહિત આ ક્રિકેટર્સને મળ્યા એવોર્ડ્સ, જુઓ વિજેતાઓનું લિસ્ટ
ટોક્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ટોક્યો 2020 પેરાલિમ્પિક્સમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન હતું, જેમાં પાંચ ગોલ્ડ મેડલ, આઠ સિલ્વર મેડલ અને છ બ્રોન્ઝ મેડલ સહિત 19 મેડલ જીત્યા હતા.
પેરાલિમ્પિક્સમાં આ 22 ગેમ્સ રમાશે
પેરાલિમ્પિક્સમાં કુલ 22 ગેમ્સ રમાશે. જેમાં ભારતીય ખેલાડીઓ 12 ગેમ્સમાં ભાગ લેશે.
- પેરા તીરંદાજી
- પેરા એથ્લેટિક્સ
- પેરા બેડમિન્ટન
- બ્લાઇંડ ફૂટબોલ
- બોકિયા
- પેરા કેનન
- પેરા સાયકલિંગ
- પેરા અશ્વારોહણ
- ગોલબોલ
- પેરા જુડો
- પેરા પાવરલિફ્ટિંગ
- પેરા રોઇંગ
- શૂટિંગ પેરા સ્પોર્ટ
- સિટીંગ વોલીબોલ
- પેરા સ્વિમિંગ
- પેરા ટેબલ ટેનિસ
- પેરા ટેકવોન્ડો
- પેરા ટ્રાયથલોન
- વ્હીલચેર બાસ્કેટબોલ
- વ્હીલચેર ફેન્સીંગ
- વ્હીલચેર રગ્બી
- વ્હીલચેર ટેનિસ





