Paris Olympics 2024 Day 5 Highlights : પેરિસ ઓલિમ્પિક 5મો દિવસ હાઇલાઇટ્સ ટેબલ ટેનિસ વુમન્સ સિંગલમાં શ્રીજા અકુલા એ રચ્યો ઇતિહાસ

Paris Olympics 2024, Day 5 LIVE, પેરીસ ઓલિમ્પિક 2024 : ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા ટીટી સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 16માં પહોંચનારી બીજી ભારતીય બનવાનું લક્ષ્ય રાખશે, જ્યારે મણિકા તેના રાઉન્ડ ઓફ 16 ચેલેન્જમાંથી આગળ વધવાનું વિચારશે.

Written by Ankit Patel
Updated : August 07, 2024 12:15 IST
Paris Olympics 2024 Day 5 Highlights : પેરિસ ઓલિમ્પિક 5મો દિવસ હાઇલાઇટ્સ  ટેબલ ટેનિસ વુમન્સ સિંગલમાં શ્રીજા અકુલા એ રચ્યો ઇતિહાસ
પેરીસ ઓલિમ્પિક 2024 લાઈવ - Photo - Jansatta

Paris Olympics 2024, Day 5 Highlights, પેરીસ ઓલિમ્પિક 2024 : પેરિસ ઓલિમ્પિકના પાંચમા દિવસે એટલે કે 31 જુલાઈ 2024ના રોજ, શટલર્સ પીવી સિંધુ, લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય, બોક્સર લવલિના બોર્ગોહેન, પેડલર્સ (ટેબલ ટેનિસ ખેલાડીઓ) મણિકા બત્રા અને શ્રીજા અકુલા અને અન્ય ખેલાડીઓ એક્શનમાં હશે.

પીવી સિંધુ અને એચએસ પ્રણોય માટે ગ્રુપ ગેમ્સ જીતવી પ્રમાણમાં સરળ રહેશે. લક્ષ્યને ગ્રુપ સ્ટેજથી આગળ વધવા માટે વર્ચ્યુઅલ નોકઆઉટમાં ત્રીજા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટીનો સામનો કરવો પડશે. આમાં તેમને આકરા પડકારનો સામનો કરવો પડશે.

પેરીસ ઓલિમ્પિક 2024ના અન્ય સમાચારો વાંચવા માટે અહિં ક્લિક કરો

ટેબલ ટેનિસમાં, શ્રીજા અકુલા ટીટી સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 16માં પહોંચનારી બીજી ભારતીય બનવાનું લક્ષ્ય રાખશે, જ્યારે મણિકા તેના રાઉન્ડ ઓફ 16 ચેલેન્જમાંથી આગળ વધવાનું વિચારશે. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન મહિલાઓની 75 કિગ્રા વર્ગમાં એક્શનમાં હશે. તેણી તેની શરૂઆતની મેચમાં નોર્વેની સુનિવા હોફસ્ટેડ સામે ટકરાશે.

Live Updates

મહિલા તીરંદાજ રિકર્વ થી દીપિકા કુમારી રાઉન્ડ ઓફ 16માં પહોંચી

દીપિકા કુમારી મહિલા તીરંદાજ રિકર્વના રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઇ છે. તેમણે પાંચમા અને અંતિમ રેટ કરવાની જરૂર ન પડી. દીપિકા એ ચોથો સેટ જીતી 6-2 ની બઢતી કરી અને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.

ટેબલ ટેનિસના વુમન્સ સિંગલમાં શ્રીજા અકુલા એ રચ્યો ઇતિહાસ

પેરિસ ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસના વુમન્સ સિંગલમાં બર્થડે ગર્લ શ્રીજા અકુલા એ સિંગાપુરએ જેંગ જિયાન સામે 4 – 2 થી જીત હાંસલ કરી 16માં રાઉન્ડમાં એન્ટ્રી કરી છે. 26 વર્ષની શ્રીજા અકુલાને જીત માટે સખત મહેનત કરવી રડી છે. છઠ્ઠા અને અંતિમ રાઉન્ડમાં તેમણે એક બીજા સામે ઘણી વખત પોઇન્ટ બરાબરી કરી, પરંતુ શ્રીજા અકુલા ગેમ પોઇન્ટ બદલવાની પહેલા ટાઈબ્રેકરમાં આગેકૂચ કરવામાં સફળ રહી. 16માં રાઉન્ટમાં હવે એક નહીં પરંતુ બે ભારતીય ખેલાડી છે, આ ઐતિહાસિક ઘટના છે. પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા કોઇ પણ ભારતીય ટેનિસ ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં રાઉન્ડ ઓફ 16 સુધી પહોંચી ગયા નથી. હવે આપણી પાસે બે ખેલાડી છે – મનિકા બત્રા અને શ્રીજા અકુલા.

પેરિસ ઓલિમ્પિક 2024: હોકીના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ભારતીય મેન્સ ટીમ

ભારતીય મેન્સ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ના ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ભારતીય મેન્સ હોકી ટીમે પૂલ રાઉન્ડમાં અત્યાર સુધી ત્રણ ગેમ રમી છે. તેમાં ન્યુઝીલેન્ડ અને આયરલેન્ડ સામે જીત મેળવી જ્યારે આર્જેન્ટિના સામે ડ્રો ગેમ રમી હતી. 30 જુલાઇના રોજ બેલ્જિયમ સામે ઓસ્ટ્રેલિયાની હાર થઇ. આ સાથે જ ભારતીય મેન્સ હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરવામાં સફળ થઇ છે.

લક્ષ્ય સેને ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને 21-18, 21-12થી હરાવ્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અપેક્ષા અનુસાર લક્ષ્ય સેને બીજી ગેમમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. પ્રથમ રાઉન્ડ 21-18 થી જીત્યા બાદ લક્ષ્ય સેને વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે બીજા રાઉન્ડમાં 21-12 થી જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ તે પ્રી- ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. બીજા રાઉન્ડમાં જોનાથન ક્રિસ્ટી એ પોઇન્ટ સાથે શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ તે લક્ષ્ય સેનના ચેલેન્જને પુરો કરી શકાય નહીં.

Paris Olympics 2024 Live:પીવી સિંધુએ પ્રથમ ગેમ જીતી હતી

પીવી સિંધુએ બેડમિન્ટનમાં પ્રથમ ગેમ જીતી છે. તેણે એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબા સામેની પ્રથમ ગેમમાં પ્રભુત્વ જમાવ્યું હતું. પીવી સિંધુએ પહેલી ગેમ 21-5થી જીતી હતી.

Paris Olympics 2024 Live: શૂટિંગ: સ્વપ્નિલ કુસલેનું શાનદાર પ્રદર્શન

સ્વપ્નિલ કુસલે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 98 ના સ્કોર પછી સ્ટેન્ડિંગમાં બીજા માટે 10 માંથી ત્રણ શોટ. તે હાલમાં છઠ્ઠા સ્થાને છે. જો તે સંપૂર્ણ/નજીકની પરફેક્ટ સેકન્ડની શ્રેણી જાળવી શકે છે, તો તે પુરુષોની 50m 3P ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શૂટર બની શકે છે.

Paris Olympics 2024 Live: શૂટિંગમાં આ સ્થિતિ

પ્રોન રાઉન્ડ પછી, ટોચના ત્રણ છ શૂટર્સ સાથે 396 પર અને ચાર 395 પર ટાઈ છે. ચાર શૂટર્સ 394 પર ટાઈ છે. સ્ટેન્ડિંગ શ્રેણીમાં કંઈપણ થઈ શકે છે કારણ કે ફાઈનલ માટેનો કટ-ઓફ આઠમા સ્થાન પર લાગુ થશે.

Paris Olympics 2024 Live: બેડમિન્ટન: પીવી સિંધુ 17-3થી આગળ છે

આ દરમિયાન તમને જણાવી દઈએ કે બેડમિન્ટનમાં પીવી સિંધુ એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબા સામે પોતાની લીડ જાળવી રહી છે. પીવી સિંધુ હાલમાં પ્રથમ ગેમમાં 17-3થી આગળ છે.

Paris Olympics 2024 Live: શૂટિંગ, 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન ક્વોલિફિકેશન

ટોક્યો ઓલિમ્પિકમાં ઘૂંટણિયે, સ્થાયી અને પ્રોન પોઝિશનમાં ચાર શ્રેણીની સખત સ્પર્ધાઓને બદલે, આ સ્પર્ધા ત્રણ પોઝિશનમાં પ્રત્યેક બે શ્રેણી સુધી મર્યાદિત કરવામાં આવી છે.

Paris Olympics 2024 Live: સ્વપ્નિલ 7મા અને ઐશ્વર્યા 5મા ક્રમે પહોંચ્યો છે

ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને સ્વપ્નિલ 50 મીટર રાઈફલના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા સ્થાને છે. હવે તેઓ અનુક્રમે 5મા અને 7મા સ્થાને છે.

Paris Olympics 2024 Live: પીવી સિંધુની મેચ શરૂ

આ દરમિયાન પીવી સિંધુએ પણ બેડમિન્ટન કોર્ટ પર પગ મુક્યો છે. મહિલા સિંગલ્સમાં તેનો સામનો એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબા સામે થશે. બંને ખેલાડીઓએ ખૂબ જ કડક રીતે શરૂઆત કરી હતી.

Paris Olympics 2024 Live: આજે પેરીસ ઓલિમ્પિકનો પાંચમો દિવસ

પેરિસ ઓલિમ્પિકના પાંચમા દિવસે એટલે કે 31 જુલાઈ 2024ના રોજ, શટલર્સ પીવી સિંધુ, લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય, બોક્સર લવલિના બોર્ગોહેન, પેડલર્સ (ટેબલ ટેનિસ ખેલાડીઓ) મણિકા બત્રા અને શ્રીજા અકુલા અને અન્ય ખેલાડીઓ એક્શનમાં હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ