Paris Olympics 2024, India’s Day 3 Live Updates, પેરિસ ઓલિમ્પિક 2024 ત્રીજો દિવસ : સોમવારે 29 જુલાઇએ પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકરે હજુ એક મેડલ માટે આશા જીવંત બનાવી છે. મનુ ભાકર અને સરબજોત સિંહે મિક્સ ટીમ ઈવેન્ટના બ્રોન્ઝ મેડલ મુકાબલા માટે ક્વોલિફાય કરી લીધું છે. તે 580 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. હવે મંગળવારે બ્રોન્ઝ મેડલ માટે આ જોડીનો મુકાબલો કોરિયા સામે થશે. મનુ ભાકર પાસે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાની મોટી તક છે.
હોકી – ભારત અને આર્જેન્ટિના વચ્ચેની મેચ 1-1થી ડ્રો
પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને આર્જેન્ટિના વચ્ચે પૂલ બી ની મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ છે. આર્જેન્ટિનાએ બીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. જોકે અંતિમ સમયે ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતને મળેલા પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને બરાબરી અપાવી હતી. હરમનપ્રીતનો આ ગોલ ઘણો મહત્વનો સાબિત થયો. ભારત પેરિસ ઓલિમ્પિકમાં અજેય રહ્યું છે. ભારતીય ટીમે અગાઉ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ભારત હવે મંગળવારે આયર્લેન્ડ સામે મેચ રમશે.
અર્જુન બબૂતા ચોથા સ્થાને રહી મેડલની રેસમાંથી બહાર
ભારતીય શૂટર અર્જુન બબૂતા ચોથા સ્થાને રહીને મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. બબુતાએ સારી શરૂઆત કરી હતી પરંતુ 13મા શોટમાં 9.9ના સ્કોર સાથે પાછળ પડી ગયો હતો. તેણે વાપસી કરી હતી પણ તેણે એલિમિનેશન શોટ રમવો પડ્યો હતો. જ્યાં 9.5ના સ્કોરના કારણે બહાર થઇ ગયો હતો.
બેડમિન્ટન મહિલા ડબલ્સની જોડી ઓલિમ્પિકમાંથી બહાર થવાના આરે
ભારતની મહિલા ડબલ્સની જોડી ઓલિમ્પિકમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પ્રથમ મેચમાં હાર્યા બાદ તે ગ્રુપ રાઉન્ડની મેચમાં જાપાનની વર્લ્ડ નંબર-4ની જોડી સામે 21-11, 21-12થી ગુમાવી હતી. હાલમાં તેઓ બે હાર સાથે તેમના ગ્રુપમાં ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો – પિસ્તોલે ગત વખતે આપ્યો હતો દગો, આ વખતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાણો કોણ છે મનુ ભાકર
મનુ ભાકર, સરબજોત સિંહ બ્રોન્ઝ મેડલ માટે રમશે
મનુ ભાકર અને સરબજોત સિંહે મિક્સ ટીમ ઈવેન્ટના બ્રોન્ઝ મેડલ મુકાબલા માટે ક્વોલિફાય કરી લીધું છે. તે 580 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. હવે મંગળવારે બ્રોન્ઝ મેડલ માટે આ જોડીનો મુકાબલો કોરિયા સામે થશે. મનુ ભાકર પાસે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાની મોટી તક છે.
શૂટિંગ : રમિતા જિંદલ મેડલ જીતવામાં નિષ્ફળ
રમિતા જિંદલ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં મેડલ જીતી શકી નથી. રમિતા સાતમાં સ્થાને રહી હતી અને તે આ ઇવેન્ટમાંથી બહાર થનારી બીજી શૂટર હતી. રમિતાએ 145.3નો સ્કોર કર્યો હતો.





