Paris Olympics 2024 : ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે તૈયાર છે. 100થી વધુ એથ્લીટ્સ દેશ માટે મેડલના દાવા રજૂ કરશે. ભારત 1900થી આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે. ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીમાં 35 મેડલ જીત્યા છે. 124 વર્ષના ઇતિહાસમાં ભારત માટે ઘણી ક્ષણો ઐતિહાસિક રહી છે. જાણો આવી કેટલીક ખાસ પળો વિશે.
કોણ હતો ભારતનો પહેલો સ્પર્ધક?
ભારતે સૌપ્રથમ વખત 1900માં ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો હતો. ભારત તરફથી બ્રિટનના નોર્મન પિટકાર્ડે ભાગ લીધો હતો. તેઓ ભારતના પ્રથમ સ્પર્ધક હતા. તેમણે એથ્લેટિક્સની 200 મીટર અને 200 મીટર હર્ડલમાં ભાગ લીધો. તેમણે ભારત માટે પહેલો મેડલ પણ જીત્યો હતો.
ભારતની પ્રથમ મહિલા સ્પર્ધક કોણ હતી?
નિલિમા ઘોષ ઓલિમ્પિકમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા હતી. તેણે 17 વર્ષની વયે 1952માં હેલસિંકીમાં ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. નિલિમાએ 100 મીટર હર્ડલમાં ભાગ લીધો હતો અને છેલ્લા સ્થાને રહી હતી. આ પછી 80 મીટર હર્ડલમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ ક્યારે અને કઇ રમતમાં જીત્યો હતો?
ભારતે સૌપ્રથમ ગોલ્ડ મેડલ 1928માં એમ્સ્ટરડેમમાં જીત્યો હતો. ભારતીય મેન્સ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ટૂર્નામેન્ટમાં કોઈ પણ મેચ હારી ન હતી કે તેની સામે કોઇ ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. ટીમે ફાઇનલમાં નેધરલેન્ડને 3-0થી હરાવ્યું હતું.
આ પણ વાંચો – શું આ વખતે મેડલમાં ડબલ ફિગરમાં પહોંચશે ભારત? આ ખેલાડી છે મેડલ જીતવાના સૌથી મોટા દાવેદાર
ભારત માટે પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ કોણે જીત્યો?
અભિનવ બિન્દ્રાએ ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2008માં બેઇજિંગમાં રમાયેલી ગેમ્સમાં 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તે કોઈ પણ ઓલિમ્પિકમાં કોઈ મેડલ જીતી શક્યો ન હતો.
ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક મેડાલિસ્ટ?
કર્ણમ મલ્લેશ્વરી ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. 2000માં સિડનીમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં તેણે 69 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે સ્નેચમાં 110 કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં 130 કિગ્રા વજન ઉંચક્યું હતું.
ભારત માટે એકથી વધુ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી કોણ?
સુશીલ કુમાર ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. તેણે 2008માં 66 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી આગામી ઓલિમ્પિક એટલે કે લંડનમાં તેણે બ્રોન્ઝ મેડલ બદલીને સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે પણ તે 66 કિગ્રાની કેટેગરીમાં ઉતર્યો હતો.
આઝાદી પછી ભારતનો પ્રથમ ધ્વજવાહક કોણ હતો?
આઝાદી બાદ ભારત તરફથી સૌપ્રથમ ફ્લેગ બેરર ફૂટબોલ કેપ્ટન તાલિમેરેન આઓ હતા. નાગાલેન્ડનો ખેલાડી ડોક્ટર હતો.





