/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Paris-Olympics-2024-Day-11-LIVE.jpg)
Paris Olympics 2024 Day 11 , પેરિસ ઓલિમ્પિક 2024 અગિયારમો દિવસ
Paris Olympics 2024 Day 11 Updates, પેરિસ ઓલિમ્પિક 2024 : પેરિસ ઓલિમ્પિક 2024ના 11માં દિવસે ભારતની રેસલર વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે એક મેડલ પાક્કો કરી દીધો છે. સેમિ ફાઇનલમાં વિનેશ ફોગાટે યૂસનેલિસ ગજમેન સામે 5-0થી વિજય મેળવ્યો છે. તેણે 50 કિગ્રા વેટ કેટેગરીમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વિનેશ પાસે ગોલ્ડ જીતવાની પણ તક છે. તેનો ફાઇનલ મુકાબલો 7 ઓગસ્ટે રમાશે.
આ પહેલા તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-4થી હરાવી છે. વિનેશ ફોગાટ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પહોંચી છે. તે 2016 રિયો ઓલિમ્પિકમાં ઈજાગ્રસ્ત થઈ હતી અને ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ ટોક્યોમાં પણ બહાર થઈ ગઈ હતી.
આ પહેલા વિનેશ ફોગાટે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુ સુસાકી સામે 3-2થી વિજય મેળવ્યો હતો. વિનેશ ફોગાટે સુસાકી સામે 0-2થી પાછળ રહ્યા બાદ છેલ્લી ચાર સેકન્ડમાં પોઇન્ટ મેળવ્યા હતા અને મેચને 3-2થી હરાવી હતી. સુસાકી લાંબા સમયથી એક પણ મેચ હારી નથી. છેલ્લા 14 વર્ષમાં આ તેની પ્રથમ હાર છે. સુસાકી પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકી છે. તે ઓલિમ્પિક ચેમ્પિયન છે.
ભારતીય હોકી ટીમનો સેમિ ફાઇનલમાં જર્મની સામે 2-3થી પરાજય
ભારતીય હોકી ટીમનો સેમિ ફાઇનલમાં જર્મની સામે 2-3થી પરાજય થયો છે. આ સાથે જ ભારતે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવાની તક ગુમાવી દીધી છે. ભારત હવે બ્રોન્ઝ મેડલ માટે રમ
આ પણ વાંચો - પેરિસ ઓલિમ્પિક 2024 : લક્ષ્ય સેનનો બ્રોન્ઝ મેડલ મેચમાં પરાજય
ગોલ્ડન બોય નીરજ ચોપરા ફાઇનલમાં ક્વોલિફાય
ભારતના જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ પ્રથમ થ્રો માં જ કમાલ કરીને ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. નીરજે 89.34 મીટરનો થ્રો કર્યો હતો, જે 84.00ના ક્વોલિફાઇંગ માર્ક કરતાં વધુ હતો. તે સીધો ફાઇનલમાં પહોંચી ગયો છે. પાકિસ્તાનના અરશદ નદીમે પણ તેના પહેલા જ થ્રો થી ક્વોલિફાય કર્યું હતું. તેણે 86.59 મીટરનો થ્રો કર્યો હતો.
ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમનો ચીન સામે પરાજય
ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમનો ચીન સામે 0-3થી પરાજય થયો છે. ભારત પહેલા ડબલ્સ મુકાબલા પછી અચંત શરત અને માનવ ઠક્કર સિંગલ્સ મુકાબલા પણ હાર્યા હતા. ભારતની મેન્સ ટીમની સફર અહીં ખતમ થઇ ગઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us