Paris Olympics: પેરિસ ઓલિમ્પિક માટે ભારત સરકારે 16 રમત પર ખર્ચ્યા 407 કરોડ રૂપિયા, 95 મેડલ જીતવા ભારતીય ખેલાડી મેદાનમાં ઉતરશે

India In Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારત તરફથી 117 રમતવીરો ખેલના મેદાનમાં ઉતરશે. ભારત પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ડિજિટમાં મેડલ જીતવાન અપેશ્રા રાખે છે.

India In Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારત તરફથી 117 રમતવીરો ખેલના મેદાનમાં ઉતરશે. ભારત પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ડિજિટમાં મેડલ જીતવાન અપેશ્રા રાખે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Paris Olympics | Paris Olympics 2024 | india athletics in paris olympics 2024

Paris Olympics: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી 117 રમતવીરોની ટીમ પેરિસ જશે

India In Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. ફ્રાન્સની રાજધાનીમાં 10000થી વધુ એથ્લીટ્સ ખેલના મેદાનમાં ઉતરશે. ભારત તરફથી 117 રમતવીરોની ટીમ પેરિસ જશે. ભારત 16 રમતોમાં 69 સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. દેશ 95 મેડલ માટે દાવેદાર લગાવશે.

Advertisment

ભારતે છેલ્લે ટોકિયોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં સાત મેડલ જીત્યા હતા, જે તેનું શ્રેષ્ઠ પર્ફોમન્સ હતુ. કોરોનાને કારણે 2021માં આ રમતો બાદ એસએઆઈ એ પેરિસ ઓલિમ્પિક સાઇકલ પર ઘણો ખર્ચ કર્યો હતો. ભારત સરકારે આ રમતો માટે કુલ 407 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભારતને આ વખતે મેડલની સંખ્યા બે આંકડામાં પહોંચવાની આશા છે.

તીરંદાજ

ભારતે તીરંદાજના ખેલાડીઓ પર કુલ 39.18 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યાં પાંચ ટોચના ખેલાડીઓ અને 13 ઉભરતા તીરંદાજ હતા. ભારતનું પ્રતિનિધિત્વ 3 પુરુષો અને 3 મહિલાઓ કરશે.

એથ્લેટિક્સ

ભારતની 28 ખેલાડીઓની એથ્લેટિક્સ ટીમ ઓલિમ્પિકમાં જઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રુપિયા 96.08 કરોડ એથ્લેટિક્સ પાછળ ખર્ચવામાં આવ્યા છે. આ નાણાં 36 નેશનલ કેમ્પ અને 85 ફોરેન ટુર પાછળ ખર્ચવામાં આવ્યા છે.

Advertisment
Paris Olympics 2024, Olympics
Paris Olympics 2024 : ભારત 1900થી આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે (તસવીર - સોશિયલ મીડિયા)

બેડમિંટન

ભારત તરફથી સાત ખેલાડીઓની ટીમ પેરિસ ઓલિમ્પિકમાં જશે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં બેડમિંટન પાછળ રુપિયા 72.03 કરોડનો ખર્ચ કર્યો છે. આ નાણાં 25 ખેલાડીઓ પર ખર્ચવામાં આવ્યા હતા, જેમાં 10 ટોપ શટલર્સ અને 15 ડેવલપમેન્ટ શટલર્સનો સમાવેશ થાય છે.

બોક્સિંગ

એસએઆઈએ આ ઓલિમ્પિક ચક્રમાં બોક્સિંગ પર 60.93 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ભારતની બોક્સિંગ ટુકડીમાં બે પુરુષ અને ચાર મહિલા બોક્સરનો સમાવેશ થાય છે. આ નાણાં 9 ટોપ્સ અને 20 ડેવલપમેન્ટ બોક્સર સહિત કુલ 29 ખેલાડીઓ પાછળ ખર્ચવામાં આવ્યા હતા.

શૂટિંગ

ભારત આ વખતે ઓલિમ્પિકમાં પોતાની સૌથી મોટી ઓલિમ્પિક ટીમ મોકલવા જઈ રહ્યું છે. આ રમતોમાં ભારતના 21 શૂટર ભાગ લેશે. ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકમાં દરેક શૂટિંગ ઇવેન્ટમાં જોવા મળશે. એસએઆઈએ ઓલિમ્પિક માટે 45 રમતવીરો પર 60.42 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

વેટલિફ્ટિંગ

પેરિસ ઓલિમ્પિકમાં પણ વેઈટલિફ્ટિંગમાં ભારત તરફથી માત્ર એક જ ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. ગત ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો, જે પછી એસએઆઈ એ આ રમત પાછળ રુપિયા 27 કરોડનો ખર્ચ કર્યો. આ 27 કરોડ રૂપિયા બે ટોપ્સ અને છ વિકાસ લિફ્ટર્સ પર ખર્ચ કરવામાં આવ્યા હતા.

કુસ્તી

ભારતે ઓલિમ્પિક ચક્રમાં કુલ મળીને રુપિયા 37.80 કરોડનો ખર્ચ કર્યો. તેણે 25 ખેલાડીઓ માટે રાષ્ટ્રીય શિબિર અને વિદેશી શિબિરોનું આયોજન કર્યું હતું. 25 કુસ્તીબાજોને આનો લાભ મળ્યો હતો. આ ઓલિમ્પિક રમતોમાં ભારતના છ કુસ્તીબાજો દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ટેબલ ટેનિસ

આ વખતે ભારત ટેબલ ટેનિસમાં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સાથે ભારત પહેલી વખત કોઈ ટીમ ઈવેન્ટમાં ભાગ લેશે. ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થવાને કારણે ભારતને સિંગલ્સ કેટેગરીમાં પણ બે-બે ક્વોટા મળી ચૂક્યા છે. ઓલિમ્પિકમાં ભારત તરફથી ત્રણ પુરુષ અને ત્રણ મહિલા ખેલાડીઓ જશે. એસએઆઈએ ટેબલ ટેનિસ રમત પર ૧૨.૯૨ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

paris olympics 2024 | paris olympics 2024 time table | paris olympics 2024 schedule | indian athletes in olympics 2024
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત 26 જુલાઈએ ઉદ્ઘાટન સમારંભથી થશે. (Image: @francetvsport)

હોકી રમત

હોકીમાં આ વખતે પેરિસ ઓલિમ્પિક 2924 માં મેન્સ ટીમ જ જશે. ટોપ્સ અંતર્ગત પુરુષોની ટીમ પાછળ રુપિયા 41.30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ નાણાં 76 રાષ્ટ્રીય શિબિરો અને 36 વિદેશી પ્રવાસો પર ખર્ચવામાં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની પુરુષ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તે મેડલનો રંગ બદલે તેવી આશા છે.

આ પણ વાંચો | ઓલિમ્પિક્સ ગેમ્સમાં આવો છે ભારતનો ઇતિહાસ, હોકીમાં જીત્યા છે સૌથી વધારે ગોલ્ડ

8 મુખ્ય રમતો પર ખર્ચ થયો

રમતખર્ચરમતવીર
તીરંદાજી39.18 કરોડ રૂપિયા06
એથ્લેટિક્સ96.08 કરોડ રૂપિયા28
બેડમિંટન72.03 કરોડ રૂપિયા07
બોક્સીંગ60.93 કરોડ રૂપિયા06
શૂટિંગ60.42 કરોડ રૂપિયા21
વેઇટલિફ્ટિંગ27 કરોડ01
કુસ્તી37.08 કરોડ રૂપિયા06
ટેબલ ટેનિસ12.92 કરોડ રૂપિયા06
પેરિસ ઓલિમ્પિક 2024 india સ્પોર્ટ્સ