/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/indian-athletes-in-olympics-2024.jpg)
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતના 112 ખેલાડીઓએ ભાગ લીધો હતો (તસવીર - સોશિયલ મીડિયા)
Paris Olympics 2024 : પેરિસમાં 26મી જુલાઈથી શરુ થઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સને આડે હવે માત્ર થોડો જ સમય બાકી રહ્યો છે. આ વખતે ગેમ્સના સૌથી મોટા સ્ટેજ પર 112 ભારતીયો ભાગ લેવા જઈ રહ્યા છે. ભારત તરફથી પેરિસ ઓલિમ્પિક્સમાં 66 પુરુષો અને 47 મહિલાઓ ભાગ લેશે. ખેલાડીઓએ પોતપોતાની રમતોના ધોરણને અનુરૂપ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.
ભારતનું સૌથી મોટું દળ એથ્લેટિક્સનું છે. એથ્લેટિક્સની જુદી-જુદી ઈવેન્ટમાં ભારતના કુલ 30 ખેલાડીઓ એટલે કે 18 પુરુષો અને 12 મહિલાઓ ભાગ લેશે. આ પછી બીજી સૌથી મોટી ટીમ શૂટિંગની છે જ્યાં 21 ખેલાડીઓ ભાગ લેશે. આ શૂટિંગમાં અત્યાર સુધીમાં સૌથી મોટું દળ છે. ઘોડેસવારી, વેઈટલિફ્ટિંગ, જુડો અને રોવિંગ એવી રમતો છે કે જ્યાં માત્ર 1-1 ભારતીય જ આ ગેમ્સમાં ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા ભારતના તમામ એથ્લિટ્સ
તીરંદાજી
ધીરજ બોમ્માદેવરા: મેન્સ ટીમ
તરુણદીપ રાય: મેન્સ ટીમ
પ્રવિણ જાધવઃ મેન્સ ટીમ
ભજન કૌર: વિમેન્સ ટીમ
દીપિકા કુમારીઃ વિમેન્સ ટીમ
અંકિતા ભક્ત : વિમેન્સ ટીમ
એથ્લેટિક્સ
અક્ષદીપ સિંહઃ મેન્સ 20 કિ.મી. રેસ વોક
વિકાસ સિંહ: મેન્સ 20 કિ.મી.રેસ વોક
પરમજીત સિંહ બિષ્ટ: મેન્સ 20 કિ.મી. રેસ વોક
પ્રિયંકા ગોસ્વામી: વિમેન્સ 20 કિ.મી. રેસ વોક
અવિનાશ સાબેલ: મેન્સ 3000 મીટર સ્ટીપલચેઝ
પારૂલ ચૌધરી: વિમેન્સ 3000 મીટર સ્ટીપલચેઝ, મહિલા 5000 મીટર સ્ટીપલચેઝ
જ્યોતિ યારાજી: વિમેન્સ 100 મીટરની બાધા દોડ
કિરણ પહેલ: વિમેન્સ 400 મીટર દોડ
તજિન્દરપાલ સિંહ તૂરઃ મેન્સ શોટ પુટ
આભા ખટુઆ: વિમેન્સ શોટ પુટ
નીરજ ચોપરાઃ મેન્સ જેવલિન થ્રો
કિશોર જેન્નાઃ મેન્સ જેવલીન થ્રો
અન્નુ રાની: વિમેન્સ જેવલીન થ્રો
સર્વેશ કુશારે: મેન્સ ઊંચી કૂદ
પ્રવીણ ચિત્રાવેલઃ મેન્સ ટ્રિપલ જમ્પ
અબ્દુલ્લા અબુ બકર: મેન્સ ટ્રિપલ જમ્પ
મુહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, અમોજ જેકબ, સંતોષ તમિલારાસન, રાજેશ રમેશ : મેન્સ 4×400 મીટરની રિલે
મિઝો ચાકો કુરિયન : 4×400 મીટર રિલે અને 4×400 મીટરની મિક્સ રિલે
વિદ્યા રામરાજ, જ્યોતિકા શ્રી દાંડી, એમઆર પૂવામ્મા, સુભા વેંકટેશન અને પ્રાચી : વિમેન્સ 4×400 મીટર રિલે
પ્રાચીઃ 4×400 મીટર મિક્સ રિલે
પ્રિયંકા ગોસ્વામી/સૂરજ પંવારઃ રેસ વોક મિક્સ્ડ મેરેથોન
બેડમિન્ટન
એચએસ પ્રણોય: મેન્સ સિંગલ્સ
લક્ષ્ય સેન: મેન્સ સિંગલ્સ
પીવી સિંધુ: વિમેન્સ સિંગલ્સ
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી: મેન્સ ડબલ્સ
અશ્વિની પોનપ્પા અને તનીષા ક્રેસ્ટો: વિમેન્સ ડબલ્સ
બોક્સિંગ
નિખત ઝરીન: વિમેન્સ 50 કિગ્રા
અમિત પંઘાલ : મેન્સ 51 કિગ્રા વજન વર્ગ
નિશાંત દેવ : મેન્સ 71 કિગ્રા
પ્રીતિ પવાર: વિમેન્સ 54 કિગ્રા
લવલીના બોરગોહેન: વિમેન્સ 75 કિગ્રા
જૈસ્મિન લેમ્બોરિયાઃ વિમેન્સ 57 કિગ્રા
ઘોડેસવારી
અનુષ અગ્રવાલ: ડ્રેસેજ
ગોલ્ફ
સુભાંકર શર્મા - મેન્સ ગોલ્ફ
ગગનજીત ભુલ્લર - મેન્સ ગોલ્ફ
અદિતિ અશોક - વિમેન્સ ગોલ્ફ
દિક્ષા ડાગર - વિમેન્સ ગોલ્ફ
હોકી
મેન્સ ટીમ
જુડો
તુલિકા માન - વિમેન્સ 78 કિગ્રા
રોઇંગ
બલરાજ પંવાર: એમ1x
સેલિંગ
વિષ્ણુ સરવનન: પુરુષ વન પર્સન ડિંગી
નેત્રા કુમાનન: વિમેન્સ વન પર્સન ડિંગી
શૂટિંગ
પૃથ્વીરાજ ટોંડેમન: મેન્સ ટ્રેપ
રાજેશ્વરી કુમારી: વિમેન્સ ટ્રેપ
શ્રેયસી સિંહઃ વિમેન્સ ટ્રેપ
અનંતજીત સિંહ નારુકા: મેન્સ સ્કીટ
રાયજા ઢિલ્લન: મહિલા સ્કીટ
મહેશ્વરી ચૌહાણઃ મહિલા સ્કીટ
અનંતજીત સિંહ નારુકા/મહેશ્વરી ચૌહાણઃ સ્કીટ મિક્સ્ડ ટીમ
સંદીપ સિંહ: મેન્સ 10 મીટર એર રાઇફલ
અર્જુન બાબુતા: મેન્સ 10 મીટર એર રાઇફલ
એલાવેનિલ વાલારિવન: વિમેન્સ 10 મીટર એર રાઇફલ
રમીતા જિંદાલઃ વિમેન્સ 10 મીટર એર રાઇફલ
સ્વપ્નિલ કુસાલે: મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર: મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન
સિફ્ત કૌર સમરા: વિમેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન
અંજુમ મૌદગિલ: વિમેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન
સંદીપ સિંહ/એલાવેનિલ વાલારિવનઃ 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ
અર્જુન બાબુતા/રમિતા જિંદાલઃ 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ
અર્જુન ચીમા: મેન્સ 10 મીટર એર પિસ્તોલ
સરબજોત સિંહ: મેન્સ 10 મીટર એર પિસ્તોલ
મનુ ભાકરઃ વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ
રિદમ સાંગવામ: વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ
વિજયવીર સિદ્ધુઃ મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ
અનિશ ભાનવાલા: મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ
મનુ ભાકરઃ વિમેન્સ 25 મીટર પિસ્તોલ
ઈશા સિંહઃ વિમેન્સ 25 મીટર પિસ્તોલ
સરબજોત સિંહ/મનુ ભાકર: 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ
અર્જુન ચીમા/રિદમ સાંગવામ : 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ
આ પણ વાંચો - પેરિસ ઓલિમ્પિક માં ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ, જુઓ
સ્વીમિંગ
ધિનિધિ દેસિંઘુ: વિમેન્સ 200 મીટર ફ્રી સ્ટાઇલ
શ્રીહરિ નટરાજ: મેન્સ 100 મીટર બેકસ્ટ્રોક
ટેબલ ટેનિસ
શરથ કમલ : મેન્સ સિંગલ્સ અને મેન્સ ટીમ
હરમીત દેસાઈ : મેન્સ સિંગલ્સ અને મેન્સ ટીમ
માનવ ઠક્કર : મેન્સ ટીમ
માનિકા બત્રા : વિમેન્સ સિંગલ્સ અને વિમેન્સ ટીમ
શ્રીજા અકુલા: વિમેન્સ સિંગલ્સ અને વિમેન્સ ટીમ
અર્ચના કામથ: મહિલા ટીમ
ટેનિસ
સુમિત નાગલ : મેન્સ સિંગલ્સ
રોહન બોપન્ના અને શ્રીરામ બાલાજી : મેન્સ ડબલ્સ
વેઇટલિફ્ટિંગ
મીરાબાઈ ચાનુ: વિમેન્સ 49 કિગ્રા
કુસ્તી
અમન સહરાવતઃ મેન્સ ફ્રિસ્ટાઈલ 57 કિગ્રા
વિનેશ ફોગાટ: વિમેન્સ 50 કિગ્રા
અંશુ મલિકઃ વિમેન્સ 57 કિગ્રા
નિશા દહિયાઃ વિમેન્સ 68 કિગ્રા
રીતિકા હુડ્ડા: વિમેન્સ 76 કિગ્રા
અંતિમ પંઘલ: વિમેન્સ 53 કિગ્રા


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us