Paris Olympics 2024 Highlights India Day 14, પેરિસ ઓલિમ્પિક 2024 અપડેટ્સ : પેરિસ ઓલિમ્પિક્સ 2024માં શુક્રવારે 9 ઓગસ્ટે ઓલિમ્પિક ગેમ્સના 14મા દિવસે ભારતને એક મેડલ મળ્યો છે. ભારતના રેસલર અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરૂષોની 57 કિગ્રા વર્ગમાં રેસલર અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં પ્યુર્ટોરિકોના ડેરિયન ટોઇ ક્રુઝ સામે13-5થી જીત મેળવી હતી.
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. બીજો મેડલ પણ મનુ ભાકરે જીત્યો હતો. મિક્સ ટીમ ઈવેન્ટમાં જીત મેળવી હતી. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. હવે અમન સેહરાવતને બ્રોન્ઝ મળ્યો છે.





