/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Paris-Olympics-2024-Day-15-Live-Updates.jpg)
Paris Olympics 2024 Updates India Day 15, પેરિસ ઓલિમ્પિક 2024 અપડેટ્સ
Paris Olympics 2024 Updates India Day 15, પેરિસ ઓલિમ્પિક 2024 અપડેટ્સ : પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટ કેસની સુનાવણી 9 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ પૂર્ણ થઈ હતી. હવે આખો દેશ આ અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. આ કેસનો નિર્ણય અગાઉ 10 ઓગસ્ટે આવવાની અપેક્ષા હતી, પરંતુ હવે નિર્ણયની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. હવે વિનેશને સિલ્વર મળશે કે નહીં, આ અંગેનો નિર્ણય 11 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે લેવામાં આવશે.
રેસલર રીતિકા હુડ્ડાનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં શનિવારે 10 ઓગસ્ટે ઓલિમ્પિક ગેમ્સનો 15મો દિવસ છે. ભારતની 21 વર્ષીય રેસલર રીતિકા હુડ્ડા સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી શકી ન હતી. તેનો ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર વન કઝાકિસ્તાનની અપેરી કેજી સામે પરાજય થયો હતો. આ પહેલા રીતિકા હુડ્ડાએ 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરીની રેસલર બર્નાડેટને 12-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. બીજો મેડલ પણ મનુ ભાકરે જીત્યો હતો. મિક્સ ટીમ ઈવેન્ટમાં જીત મેળવી હતી. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી રેસલિંગમાં અમન સેહરાવતને બ્રોન્ઝ મળ્યો હતો.
ગોલ્ફમાં ભારતની મેડલની આશાને પણ આંચકો લાગ્યો હતો. મહિલા વ્યક્તિગત રાઉન્ડના ત્રીજા દિવસે અદિતિ અશોક અને દીક્ષા ડાગર પણ મેડલથી દૂર રહ્યા હતા.
- Aug 10, 2024 22:13 IST
પેરિસ ઓલિમ્પિક 2024 : વિનેશ ફોગાટને સિલ્વર મળશે કે નહીં, હવે 11 ઓગસ્ટે નિર્ણય કરાશે
પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટ કેસની સુનાવણી 9 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ પૂર્ણ થઈ હતી. હવે આખો દેશ આ અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. આ કેસનો નિર્ણય અગાઉ 10 ઓગસ્ટે આવવાની અપેક્ષા હતી, પરંતુ હવે નિર્ણયની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. હવે વિનેશને સિલ્વર મળશે કે નહીં, આ અંગેનો નિર્ણય 11 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે લેવામાં આવશે.
- Aug 10, 2024 21:43 IST
જો તેને (વિનેશ ફોગાટ) મેડલ મળે તો ઘણું સારું થશે - નીરજ ચોપરા
ભારતીય રેસલર વિનેશ ફોગટના સ્પોર્ટ્સ કોર્ટ કેસની સુનાવણી પર ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ખેલાડી નીરજ ચોપરાએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે જો તેને મેડલ મળે તો ઘણું સારું થશે. જો આવી સ્થિતિ ઉભી ન થઇ હોત તો તેને મેડલ મળી ગયો હોત. જો અમને મેડલ ન મળે તો લોકો થોડોક સમય માટે યાદ રાખે છે અને કહે છે કે અમે તેમના ચેમ્પિયન છીએ. પણ અમને મેડલ ના મળે તો અમને ભૂલી જાય છે. હું લોકોને બસ એટલી વિનંતી કરીશ કે વિનેશે દેશ માટે જે કર્યું તેને ના ભૂલો.
#WATCH भारतीय पहलवान विनेश फोगट की स्पोर्ट्स कोर्ट कैस की सुनवाई पर ओलंपिक रजत पदक विजेता, भाला फेंक खिलाड़ी नीरज चोपड़ा ने कहा, "हम सभी जानते हैं कि अगर उन्हें पदक मिलता है तो यह वाकई बहुत अच्छा होगा। अगर ऐसी स्थिति नहीं आती तो उसे पदक मिल जाता। अगर हमें पदक नहीं मिलता तो लोग… pic.twitter.com/3TADHj3ZxD
— ANI_HindiNews (@AHindinews) August 10, 2024
- Aug 10, 2024 19:20 IST
Paris Olympics 2024 Live : પીએમ મોદીએ અમન સેહરાવતને ફોન કરી અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમન સેહરાવતને ફોન કરીને પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने अमन सेहरावत को फोन करके पेरिस ओलंपिक 2024 में पुरुषों की फ्रीस्टाइल कुश्ती स्पर्धा में कांस्य पदक जीतने पर बधाई दी। pic.twitter.com/xmUfOPdqDI
— ANI_HindiNews (@AHindinews) August 10, 2024
- Aug 10, 2024 17:02 IST
Paris Olympics 2024 Live : ભારતીય હોકી ટીમે સ્વર્ગસ્થ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
પેરિસ ઓલિમ્પિકમં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભારતીય હોકી ટીમ સ્વદેશ પરત ફરી છે. સ્વદેશ પરત ફરીને હોકી સ્ટાર્સે નેશનલ સ્ટેડિયમની મુલાકાત લીધી અને હોકીના જાદુગર સ્વર્ગસ્થ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી હતી.
Our Hockey stars visited the National Stadium and paid their respects to Hockey Wizard Late Major Dhyan Chand after coming back to India after Paris Olympics.
Some pictures from the national stadium#IndiaKaGame#HockeyIndia
.
.
.
.@CMO_Odisha@IndiaSports@Media_SAI… pic.twitter.com/HvMiYpmzZQ— Hockey India (@TheHockeyIndia) August 10, 2024
- Aug 10, 2024 16:50 IST
Paris Olympics 2024 Live : રીતિકા હુડ્ડાનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય
ભારતની રેસલર રીતિકા હુડ્ડા સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી શકી ન હતી. તેનો ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર વન કઝાકિસ્તાનની અપેરી કેજી સામે પરાજય થયો હતો.
- Aug 10, 2024 15:51 IST
Paris Olympics 2024 Live : રીતિકા હુડ્ડા 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં શનિવારે 10 ઓગસ્ટે ઓલિમ્પિક ગેમ્સનો 15મો દિવસ છે. ભારતની 21 વર્ષીય રીતિકા હુડ્ડાએ 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને મેડલની આશા જગાવી છે. પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં રીતિકાએ હંગેરીની રેસલર બર્નાડેટને 12-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us