પેરિસ ઓલિમ્પિક 2024 મેડલ ટેલી : ફક્ત 1 મેડલ જીત્યો, છતા ભારત કરતા 11 ક્રમ ઉપર છે પાકિસ્તાન, જાણો કારણ

Paris Olympics 2024 Medal Tally : જાણો ઓલિમ્પિકનું મેડલ ટેલી રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ટોપ 10માં કયા-કયા દેશ છે તે જાણીએ

Written by Ashish Goyal
August 09, 2024 15:12 IST
પેરિસ ઓલિમ્પિક 2024 મેડલ ટેલી : ફક્ત 1 મેડલ જીત્યો, છતા ભારત કરતા 11 ક્રમ ઉપર છે પાકિસ્તાન, જાણો કારણ
Paris Olympics 2024 Medal Tally : પેરિસ ઓલિમ્પિક 2024 મેડલ ટેલી

Paris Olympics 2024 Medal Table : પેરિસ ઓલિમ્પિક 2024માં પાકિસ્તાનનું ખાતું ખુલ્યું છે. ગુરુવારે (8 ઓગસ્ટ) જેવલિન થ્રો ઈવેન્ટમાં ભારતને નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ જીતવાની આશા હતી, પણ પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કર્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ નીરજ અને ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.

પાકિસ્તાન માત્ર એક જ મેડલ જીતી શક્યું છે. ભારતે 5 મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગમાં 3 મેડલ જીત્યા હતા. આ સિવાય હોકી અને જેવલિન થો માં 1-1 મેડલ મળ્યા છે. મેડલની સંખ્યા વધુ હોવા છતાં ભારત પાછળ છે. પાકિસ્તાન 11 સ્થાન ઉપર છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ઓલિમ્પિકનું રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે.

રેન્કિંગના નિયમો શું છે?

ઓલિમ્પિક રમતોમાં દેશોની રેન્કિંગ ગોલ્ડ મેડલના આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ દેશ ગમે તેટલા મેડલ જીતે પણ સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનારો દેશ ટોચ પર જ રહે છે. આ જ કારણ છે કે ગોલ્ડ જીત્યા બાદ પાકિસ્તાન ભારતથી 11 સ્થાન ઉપર છે. શુક્રવારે (9 ઓગસ્ટ) બપોર સુધીમાં પાકિસ્તાન 53માં અને ભારત 64માં ક્રમે છે. અમેરિકા ટોચ પર છે. તેના અને ચીન વચ્ચે માત્ર 1 ગોલ્ડનો તફાવત છે.

આ પણ વાંચો – ચક દે ઇન્ડિયા : ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા

ભારતે અત્યાર સુધી 5 મેડલ જીત્યા

પેરિસ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા હતા. શૂટિંગમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ખાતું ખોલાવ્યું હતું. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ પછી સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર 3 પોઝશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. જ્યારે નીરજે જેવલિનમાં સિલ્વર જીત્યો છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 મેડલ ટેલી

સ્થાનદેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
64ભારત0145
53પાકિસ્તાન1001
1અમેરિકા303835103
2ચીન29251973
3ઓસ્ટ્રેલિયા18141345
4ફ્રાન્સ14192154
5બ્રિટન13172151
6દક્ષિણ કોરિયા138728
7જાપાન1371333
8નેધરલેન્ડ્સ116825
9ઇટાલી1011930
10જર્મની98522

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ