Olympics 2024: નીરજ ચોપરાએ 89.94 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો, ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં 2 મેડલ જીતનાર બીજો ભારતીય

Paris Olympics 2024, Neeraj chopra: નીરજ તેના સુવર્ણ ચંદ્રકનો બચાવ કરી શક્યો ન હતો પરંતુ ચોક્કસપણે તેના દેશ માટે આ ઓલિમ્પિકનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો.

Written by Ankit Patel
August 09, 2024 07:24 IST
Olympics 2024: નીરજ ચોપરાએ 89.94 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો, ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં 2 મેડલ જીતનાર બીજો ભારતીય
પેરિસ ઓલિમ્પિક 2024 નિરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો photo - X @Neeraj_chopra1 and @Narendramodi

Olympics 2024, Neeraj chopra: ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024ની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ તેના સુવર્ણ ચંદ્રકનો બચાવ કરી શક્યો ન હતો પરંતુ ચોક્કસપણે તેના દેશ માટે આ ઓલિમ્પિકનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો.

બે વખત ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ રહેલા નીરજ ચોપડાને તેના પહેલા થ્રોમાં ફાઉલ થયો હતો. આ પછી તેણે બીજા પ્રયાસમાં 89.45 મીટરનો થ્રો કર્યો. આ તેની કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો છે. આ થ્રોથી તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેના બાકીના થ્રો ફાઉલ હતા.

નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો

26 વર્ષીય નીરજ ચોપરા ટોક્યો 2020માં તેના સુવર્ણ ચંદ્રકમાં સિલ્વર મેડલ ઉમેર્યા બાદ ભારતનો ચોથો બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યો. તેના પહેલા માત્ર સુશીલ કુમાર, પીવી સિંધુ અને મનુ ભાકર જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં જ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જો કે આઝાદી પહેલા નોર્મન પ્રિકૉર્ડે ભારત માટે બે મેડલ જીત્યા હતા, પરંતુ તે ભારતીય નહોતો, તે બ્રિટનનો રહેવાસી હતો.

અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો

અરશદ નદીમે બીજા બધાને હરાવીને ઓલિમ્પિક પુરુષોની ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો. અરશદ નદીમે તેના બીજા પ્રયાસમાં 92.97 મીટર ફેંકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. અરશદ નદીમ બાર્સેલોના 1992 પછી પાકિસ્તાનનો પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યો હતો.

તેણે તેના અંતિમ પ્રયાસમાં 91.79 મીટરના જંગી થ્રો સાથે સ્પર્ધા સમાપ્ત કરી. નદીમનો અંતિમ થ્રો ડેનમાર્કના એન્ડ્રેસ થોરકિલ્ડસેન (બેઇજિંગ 2008માં 90.57 મીટર)નો ઓલિમ્પિક રેકોર્ડ તોડવા માટે પૂરતો હતો.

આ પણ વાંચોઃ- ચક દે ઇન્ડિયા : ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા

પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકની ફાઇનલમાં ભાગ લેનાર ખેલાડીઓનો દેખાવ

ક્રમએથ્લેટદેશશ્રેષ્ઠ થ્રો
1અરશદ નદીમપાકિસ્તાન92.97 મીટર (ઓલિમ્પિક રેકોર્ડ)
2નીરજ ચોપરાભારત89.45 મીટર (સિઝન શ્રેષ્ઠ)
3એન્ડરસન પીટર્સગ્રેનાડા88.54 મી
4જાકુબ વડલેચચેકિયા88.50 મી
5જુલિયસ યેગોકેન્યા87.72 મીટર (સિઝન શ્રેષ્ઠ)
6જુલિયન વેબરજર્મની87.40 મી
7કેશોર્ન વોલકોટત્રિનિદાદ અને ટોબેગો86.16 મીટર (સિઝન શ્રેષ્ઠ)
8લસ્સી એટેલોલાફિનલેન્ડ84.58 મી
9ઓલિવર હેલેન્ડરફિનલેન્ડ82.68 મી
10ટોની કેરાનેનફિનલેન્ડ80.92 મી
11લુઇઝ મોરિસિયો દાસિલ્વાબ્રાઝિલ80.67 મી
12એડ્રિયન માર્ડેરેમોલ્ડોવા80.10 મી

એન્ડર્સ પીટર્સે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે તેના ચોથા પ્રયાસમાં ચેકિયાના જેકબ વાડલેચને પોડિયમ પરથી હટાવી દીધો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ